Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

કચ્છ ભાજપમાં ભડકો : જિલ્લા પંચાયતની ટિકિટ કપાતા મહેશોજી સોઢા નારાજ : અપક્ષ ઉમેદવાર તરીકે ઝુકાવશે !

અબડાસા લખપત અને નખત્રાણામાં પોતાના અપક્ષ ઉમેદવારો ઉતારશે:પોતે વાયોર બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવશે.

ભુજઃ કચ્છમાં ભાજપે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર કરતાં જ ભડકો થયો છે. અબડાસા ભાજપમાં ભડકો થયો છે. જિલ્લા પંચાયતની ટિકિટ ન મળતા મહેશોજી સોઢા નારાજ થયા છે. અબડાસાના દિગ્ગજ નેતા અને વિવિધ હોદ્દા ઉપર રહી ચૂકેલા નેતાની નારાજગી સતા પક્ષને મોટો ફટકો પડી શકે છે. અબડાસા લખપત અને નખત્રાણામાં પોતાના અપક્ષ ઉમેદવારો ઉતારશે. મહેસોજી સોઢા પોતે વાયોર બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવશે.

(1:35 pm IST)