Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

માંડવી પાલિકામાં ભાજપના હારેલાને ટીકીટ: જીતેલાની બાદબાકી : હારેલા ઉમેદવારોને અલગ વોર્ડમાંથી ટીકીટ આપતા કાર્યકરો લાલધૂમ

રાપર તાલુકામાં આયાતી કોંગ્રેસના નેતાને ટીકીટ આપતા પાર્ટીમાં અસંતોષ

કચ્છના માંડવી પાલિકામાં ભાજપના હારેલાને ટીકીટ મળી છે, જ્યારે જીતેલાની બાદબાકી કરી દેવામાં આવી છે. જેમાં મોટા ભાગના 3 ટર્મ જીતેલા ઉમેદવારોની બાદબાકી કરાઈ છે. હારેલા ઉમેદવારોને અલગ વોર્ડમાંથી ટીકીટ આપતા કાર્યકરો લાલધૂમ થઈ ગયા છે. આવી જ રીતે રાપર તાલુકામાં આયાતી કોંગ્રેસના નેતાને ટીકીટ આપતા પાર્ટીમાં અસંતોષ છે.

(1:40 pm IST)