Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

રાપરમાં કોંગ્રેસમાંથી આવેલાને ટીકીટ : સિનિયરોની બાદબાકી થતા ભાજપના કાર્યકરોમાં ભારે નારાજગી

રાપર કોંગ્રેસના જિલ્લા મંત્રી ભચુભાઈ વૈદ્ય અને રાપર પાલિકાના કોંગ્રેસ નેતા દિનેશ કારોતરાને ટીકીટ મળતા કાર્યકરોમાં નારાજગી છે. જિલ્લા પંચાયતની ગાગોદર બેઠક પર કોંગ્રેસમાંથી આવેલ ભચુભાઈ વૈધને ટીકીટ આપવામાં આવી છે. તો તાલુકા પંચાયતની યાદીમાં પણ ત્રણ જેટલા મૂળ કોંગ્રેસ કુળ માંથી આવેલાને ટીકીટ આપવામાં આવી છે. ભાજપના સિનિયરોની બાદબાકી કરીને ટિકિટના આપતા કચ્છ ભાજપમાં કચવાટ છે.

(1:46 pm IST)