Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ધોરાજી તાલુકાના મોટી મારડ સીટમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ રજુ કર્યું

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૧૨: રાજકોટ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે જીલ્લા પંચાયત ને ધોરાજી તાલુકામાં બે સીટ આવેલી છે જેમાંથી મોટી માર્ગ સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર રાજેશભાઈ ત્રીકમભાઈ કોટડીયા રહે પીપળીયા તાલુકો ધોરાજી વાળાએ કોંગ્રેસમાંથી ફોર્મ ડેપ્‍યુટી કલેક્‍ટર કચેરી ખાતે રજુ કર્યું હતું. અત્‍યાર સુધી માત્ર એક ફોર્મ રજૂ થયું છે. ધોરાજી એટલે લોકસભા વિધાનસભા કે તાલુકા પંચાયત નગરપાલિકા કે જિલ્લા પંચાયત હોય એટલે સંદ્યર્ષનો આ વિસ્‍તાર ગણાય છે અહીં કોઈ પણ ચૂંટણી હોય સામાન્‍ય ચુંટણી ગણતરી નથી સમગ્ર રાજકોટ જિલ્લાનું ધ્‍યાન પણ ધોરાજી ઉપર રહેતું હોય છે આવા સમયે ધોરાજીમાં માત્ર કોંગ્રેસના એક-એક ઉમેદવારે ફોર્મ ભર્યું છે.

(4:13 pm IST)