Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

જેતપુરમાં એસ.એસ.સીની પરીક્ષા આપનાર ડમી વિદ્યાર્થી સહિત બંનેને ૩ વર્ષની સાદીકેદ અને રૂા.પ૦૦૦ નો દંડ કોર્ટ ફટકાર્યો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧રઃ તાલુકાના બોરડી સમઢીયાળા ગામે રહેતો ગોપાલ રણછોડભાઇ વોરા ર૦૦૪માં ચાલતી એસએસસી બોર્ડની પરીક્ષા આપતા અંકુર વિદ્યાલાયમાંથી ડમી વિદ્યાર્થી તરીકે સ્‍કોર્ડ પકડી પાડેલ ત્‍યારે તેની વિરૂદ્ધ કાર્યવાહી કરતા ગોપાલે જણાવેલ કે તેણે દેસાઇવાડીમાં રહેતા રમેશભાઇના કહેવાથી ડોબરીયાવાડી વિસ્‍તારમાં રહેતા કપીલ પ્રવિણભાઇ મોણપરાની બદલે પરીક્ષા આપવા આવેલ જેથી પોલીસે તમામ વિરૂદ્ધ કાર્યવાહી કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ ગઇકાલે આ કેસ કોર્ટમાં ચાલી જતા એ.પી.પી.રેણુકાબેન વસાવાની દલીલોને ધ્‍યાને લઇ કે કેસમાં  જો સજા કરવામાં આવે તો સમાજને દાખલો મળે અને ભવિષ્‍યમાં આવા ગુન્‍હા બનતા અટકે તેથી જજશ્રી ગોસ્‍વામી ગોપાલ વોરા અને કપીલ મોણપરાને ગુન્‍હેગાર ઠરાવી ત્રણ વર્ષની સાદી કેદની સજાઓ રૂપિયા પ૦૦૦ નો દંડ ફટકારેલ  અને જો દંડ ન ભરે તો ત્રણ માસની જેલની સજા ફટકારવામાં આવેલ છે.(

(4:16 pm IST)