Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

અમરેલી જીલ્લાની સ્‍થાનીક સ્‍વરાજ્‍યની ચુંટણીમાં ચોપાંખીયો જંગ જામશે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૧૨ :   જિલ્લામાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થામાં ચુંટણી માટે આજે પણ ૫૮ ઉમેદવારી પત્રો ભરાયા હતા રાજયનાં ચુંટણી પંચ દ્વારા અમરેલી

જિલ્લાની જીલ્લા પંચાયત, ૧૧ તાલુકા પંચાયતો અનેપનગરપાલિકાઓનીચુંટણી માટે નિયત કાર્યક્રમ મુજબ ગઇ કાલે પપ ઉમેદવારી પત્રો રજુ થયા બાદ આજે વધુ ૮૮ ઉમેદવારી પત્રા ેરજુ કરવામાં આવ્‍યાં છે.

જિલ્લાપંચાયતમાં ૯,નગરપાલિકામાં ૩૬ અને તાલુકા પંચાયતમાં ૪૩ મળીને આજે ૮૮ લોકોએ પોતાની ઉમેદવારી કરી હતી. ખાસ કરીને છેલ્લા બેદિવસમાં એનસીપી, આમ આદમીપાર્ટી, અપક્ષો અને કોંગ્રેસનાં ઉમેદવારોએ મોટાભાગે ઉમેદવારી નોંધાવી છે. આ ચુંટણીમાં એનસીપી અને આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્‍યાની સાથે અપક્ષ ઉપરાંત વ્‍યવસ્‍થા પરિવર્તન પાટીએ પણ ઝંપલાવ્‍યું છે. જોકે,ભાજપની પસંદગી યાદી હજુ જાહેર થઇ ન હોવાથી જિલ્‍મામાં ભાજપનું એક પણ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્‍યું નથી. ભાજપની યાદી જાહેર થયે આગામી દિવસોમાં ઉમેદવારી પત્રો રજુ થાય તેવી શકયતાઓ છે. પરંતુ એકવાત અત્‍યારથી જ નક્કી થઇ ગઇ છે કે, આગામી સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓની ચુંટણીમાં જિલાભરમાં ચોપાખ્‍યો જંગખેલાશે એ નિતિ છે.

જિલ્લા પંચાયતની વંડા, ગાધકડા, ચિતલ અને જુના વાઘણીયા બેઠકના ઉમેદવારોના નામ ભાજપે જાહેર નથી કર્યાએ જ પ્રકારે અમરેલી શહેરમાં  વોર્ડનં. ૧,૭ અને ૯માં તળ અમરેલી અને મુસ્‍લિમ બહુમત વિસ્‍તારોમાં ઉમેદવારોના નામજાહેર નથી કરાયા અમુક બેઠકો ઉપર વધુ સક્ષમ ઉમેદવારોને કારણે અને લોબીંગને કારણે પાર્ટી દ્વારા નિર્ણય લેવામાં વિલંબ થઈ રહયો છે બાકી રહેલા ઉમેદવારો આજે જાહેર થશે.

(4:17 pm IST)