Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

જેતપુરમાં બેન્‍કની લોનનો વધારાનો ચાર્જ ન ચુકાવવા હિતેષ બુટાણીએ સ્‍ટાફને ગાળો આપી મારી નાખવાની ધમકી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧ર : શહેરના કણકીયા પ્‍લોટ વિસ્‍તારમાં આવેલ એ.યુ.સ્‍મોલ ફાઇનાન્‍સ બેંક લી.ની બ્રાંચમાંથી બોરડી સમઢીયાળા ગામે રહેતા હિતેષ બુટાણીએ એક વર્ષ પહેલા પોતાની જરૂરીયાત માટે ૬લાખનીએગ્રીટર્મ અને ૬ લાખની ટર્મ મળી કુલ ૧ર લાની લોન લીધેલ હતી. જેભરપાઇ કરવા બેંકમાં ગયેલ અને લોન ફોર કલોઝ કરવાનો ચાર્જ પુછતા રૂા.પપ હજાર ભરવાનુ કહેતા એકદમ ઉશ્‍કેરાઇ જઇ અને બેંકના આસી. મેનેજર તેમજ સ્‍ટાફના કર્મચારીઓને ગાળો આપવા લાગેલ અને કહેલ કેહું નવ દસ મહિનાથી ધકકા ખાઉ છું અહિ દવા પીને મરી જઇશ અને તમને બધાને ખોટા કેસમાં ફીટ કરી દઇસ આ ર્ચાજના રૂપીયા ઓંછા કરો નહિતર બધાને મારી નાખીસ તેવી ધમકી આપેલ દરમ્‍યાન તે જેતપુરમાં બેઠેલ હતા ત્‍યાં તેને લોહીની ઉલ્‍ટી થવાથી આસી.મેનેજર ભાવેશભાઇ લકકડે શહેર પોલીસને ફોન કરી બોલાવી હિતેષભાઇ બુટાણીને લઇ જઇ ભાવેશભાઇની ફરીયાદ પરથી ગુન્‍હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરે છે.

(4:17 pm IST)