Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

હરિયાણામાં ૮ની હત્‍યા કરનાર રાજુલા પંથકમાં સાધુ સાથે રહેનાર મહિલાનો હજુ પતો નથી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૧૨: અમરેલી જીલ્લામાં સાધુ તરીકે રહેતા અને હરિયાણામાં ૮ની હત્‍યા કરનારા શખ્‍સ સાથે એક મહિલા પણ રહેતી હોવાનું ખુલ્‍યા બાદ પોલીસે તપાસ કરતા આ મહિલા લાપતા થઇ ગઇ છે અને હજુ સુધી પતો નથી.

એક અજાણી મહિલા સાધ્‍વી તરીકે તેની સાથે આશ્રમમાં રહેતી હતી. જે હિન્‍દી  અને ઇંગ્‍લીશ ભાષા પર પ્રભુત્‍વ ધરાવતી હતી. આ મહિલા પણ આશ્રમમાંથી પાછલા ઘણા સમયથી લાપતા છે.

ઉંચી ઉંચી વાતોથી લોકોને ભરમાવતો સંજીવ ઉર્ફે ઓમ આનંદગિરી લોકોને મળતો ત્‍યારે તેને પોતાને કેવા કેવા ઉચ્‍ચ રાજકીય નેતાઓ સાથે અંગત સંબંધ છે. તેની ડંફાસ મારતો અને કહેતો ‘ટોચના રાજકીય નેતાઓ અને અધિકારીએ મારી સાથે અભ્‍યાસ કરતા હતા'

(4:18 pm IST)