Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

વિસાવદર પ્રાથમીક શાળાના શિક્ષકોએ કોરોના વેકસીન લીધી

કાલસારી, મોટી મોણપરી, ખંભાળીયા સહીત ૯ પ્રા. શાળાના ૩૭૪ શિક્ષકોએ કેમ્‍પનો લાભ લીધો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૧૨:  જુનાગઢ જિલ્લામાં પ્રાથમીક શાળાના શિક્ષકોને વેકસીન આપવાના કેમ્‍પો યોજાઇ રહયા છે. જેમાં સતત ચોથા દિવસે વિસાવદર તાલુકાના  વિસાવદરની કુમાર શાળા કન્‍યા શાળા કાલસારી, મોટી મોણપરી, લાલપુર બરડીયા મોટા કોટડા, નાના કોટડા, ખંભાળીયા ભલગામ સહીતની પ્રાથમીક શાળાના શિક્ષકોએ કોરોનાના રસીકરણ કેમ્‍પમાં રસીનો ડોઝ લીધો હતો.

શ્રી આર.એસ.ઉપાધ્‍યાયે જણાવ્‍યું હતું કે જિલ્લા પ્રા.શિક્ષણાધીકારી વિસાવદર સહીત ૯ ગામની પ્રા. શાળાના ૩૭૪ શિક્ષકોએ કોરોનાની વેકસીન લીધી હતી. ૮૪ ટકા શિક્ષકોએ આ કેમ્‍પમાં ભાગ લીધો હતો.

(4:19 pm IST)