Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

કોડાયના માલધારી પરીવારની હુરબાઇ જુણેજાની બીએસએફમાં પસંદગી

ભુજ, તા., ૧૨: બાળપણમાં સેનામાં જોડાઇને દેશની સેવા કરવા જોયેલુ સપનું કોડાય ગામમાં રહેતા માલધારી પરીવારના મામદ હુશેન જુણેજાની દિકરી હુરબાઇએ પુરૂ કર્યુ છે. હુરબાઇની બીએસએફમાં પસંદગી થતા સમગ્ર મુસ્‍લીમ સમાજ ઉપરાંત પોતાનું ગામ કોડાય અને શેઠ એસ.વી.આર્ટસ કોમર્સ કોલેજનું ગૌરવ વધાર્યુ છે. હુરબાઇની વય હજુ તો ર૩ વર્ષ છે અને આગામી વર્ષોમાં તેમને સેનાના ઉચ્‍ચાધિકારી બનવું છે અને તે પણ સપનું પોતે પુરૂ કરીને જ ઝંપશે તેવો વિશ્વાસ હુરબાઇએ વ્‍યકત કર્યો હતો.

પ્રાથમીક શિક્ષણ કોડાય ગામની પ્રાથમીક સરકારી શાળા ત્‍યાર બાદ માધ્‍યમ શિક્ષણ પણ ગામમાં જ લીધુ અને પછી માંડવીની કોલેજમાંથી બી.કોમનું શિક્ષણ પુર્ણ કર્યુ. દરમિયાન મેળવેલી એનસીસીની તાલીમ ઘૅણી જ મદદરૂપ બની અને આખરે એનસીસી જ બીએસફમાં જોડાવા માટે હુરબાઇને સફળતાનો પગથીયું બની રહી.

તેમણે કહયું હતું કે પોતે માલધારી પરીવારમાંથી આવે છે. માતા પિતા અભણ છે. પરીવારમાં બે ભાઇઓ છે પોતે સહુથી નાની છે. માતા પિતા અભણ અને માલધારી હોવા છતા અહી પહોંચવા માટેતેમનો જ સહયોગ મળતો રહયો છે. તેમણે એનસીસીની હાઇ લેવલની તાલીમ લીધી છે.

ર૦૧૯માં એનસીસીનું સી સર્ટીફીકેટ મેળવ્‍યું હતું. બચપણથી તેમણે સેનામાં જોડાવા સપનું હતુ જે આજે સાકાર થઇ રહયું છે. અને આગામી વર્ષોમાં પણ સેનામાં ઉચ્‍ચાધિકારી બનવું છે અને તે માટેના પણ પોતે પ્રયાસો કરશે. થલસેના નેશનલ કેમ્‍પમાં તેમણે ભાગ લીધો હતો. એનસીસીના સી સર્ટીફીકેટમાં પોતે કચ્‍છમાં પ્રથમ ક્રમાંકે રહેલ. એનસીસીમાં હુરબાઇ સીનીયર ગોલ્‍ડ રેન્‍કમાં રહેલ. હુરબાઇ હવે થોડા જ દિવસોમાં બીએસએફની તાલીમ લેવા જશે.. તેમની આ પસંદગી બદલ કોલેજના પ્રિન્‍સીપાલ મહેશ બારડ સહીતના દ્વારા અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.

 

(4:24 pm IST)