Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

વિસાવદરમાં પૂ.મુકતાનંદબાપુ પ્રેરિત જય અંબે હોસ્પિટલમાં ઓકસીજન પ્લાન્ટનો શુભારંભ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા. ૧ર : આજરોજ શ્રી મુકતાનંદબાપુના હસ્તે જય અંબે મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલ ખાતે ઓકસીજન પ્લાન્ટનો શુભારંભ થયેલ આ પ્લાન રોજની પ૦ બોટલ ઓકસીજનની ક્ષમતા ધરાવતો પ્લાન છે. આ પ્લાન કોવિડના સમય ઉપરાંત હોસ્પીટલની જરૂરીયાત પુરતો ઓકસીજન પુરો પાડવામાં સક્ષમ છે.

સાથો સાથ આધુનીક લેબોરેટરી તથા આધુનીક ઓપરેશન થીયેટર સાથેનું બાંધકામ પણ હોસ્પીટલના બીજા માળના શરૂ થઇ ગયેલ છે. કુલ રૂ. ર.૩૧ લાખના ખર્ચ આધુનીક લેબોરેટરી તથા ઓપરેશન થીયેટરનું નિર્માણ થનાર છે.

હાલ કોવિડ સેન્ટરમાં ૬ ડોકટરો, ર૧ નર્સીંગ સ્ટાફ સાથે કુલ ૪૩ સ્ટાફ સાથે દિવસ-રાત કોરોના દર્દીની સારવાર થઇ રહેલ છે. અત્યાર સુધી ૭પ૩ દર્દીઓ સારવાર લઇ સ્વસ્થ થઇ ચુકયા છે.

હાલમાં આ કોવીડના કપરા કાળમાં હોસ્પીટલમાં તમામ ઓપરેશનો ત્થા સારવાર, લેબોરેટરી એકસરે તમામ વિભાગ રાબેતા મુજબ શરૂ છે.

(12:54 pm IST)