Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

માણાવદર પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરીમાં લોટ પાણીને લાકડા

૩૫ હજારની વસ્તીમાં મોતનો ભય : ભારે વરસાદ થાય તો નુકશાન થવાની દહેશત

(ગિરીશ પટેલ દ્વારા) માણાવદર તા.૧૨ : માણાવદરમાં ભાજપ શાસીત પાલિકા જયારથી સ્થાપિત થઇ છે ત્યારથી આમ જનતા ત્રાહિમામ છે પીવાનું પાણી પાંચ દિવસે મળે છે પરંતુ ચોમાસુ શરૂ થઇ ચુકયુ છે. તેવા સમયે જે કામગીરી બે મહિના પહેલા થવી જોઇએ તે કામગીરીના ઠેકાણા નથી તે બાબતે લોકો ફરીયાદ કરી રહ્યા છે.

પ્રિ-મોન્સુન કામગીરીમાં લોટ-પાણીને લાકડાની સ્થિતી છે ત્યારે ૩૫ હજારની જનતાએ તત્કાલ સ્ટોપ પેમેન્ટ કરી વિજીલન્સ તપાસ કરવા માંગણી કરી છે. પ્રિ-મોન્સુન કામગીરી ન થતા ગટરો ઉપર તથા અંદર કાદવ કિચડથી ખદખદે છે. શહેરના અનેક વોકળામાં બાવળા હજી પુર્ણ કાપ્યા નથી તો તેનાથી ભુગર્ભ ગટર વારંવાર ભરાય જવાની ફરીયાદો ઉઠી છે. આ મુદ્દે તાકીદે યોગ્ય કરવા માંગ થઇ છે.

(11:26 am IST)