Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ઉપલેટામાં આયુષી નિમાવતની હત્યાના ગુન્હામાં કાકી - કાકા અને પિતાની ધરપકડ : પાડોશીઓના નિવેદન લેવાશે

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. ૧૨ : ઉપલેટાના યાદવ રોડ પર સર્વોદય સોસાયટીમાં રહેતા સાબુના વેપારી પરિવારમાં ઘરના જ ઘાતકી બન્યાની ઘટનામાં દસ વર્ષીય માસૂમ બાળકી આયુષી ચેતનભાઇ નિમાવતની ક્રુરમીજાજી કાકી એ જ કત્લ બાદ પોતે જાણે સાવ અજાણ હોય તેમ આવું કૃત્ય છુપાવવાનો પ્રયાસ કરવા માટે હત્યા કરનાર કાકી વંદના જ બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગઈ હતી પરંતુ કલાકોમાં જ પાપ છાપરે ચઢીને પોકાર્યું હતું અને ઉપલેટા પોલીસે આયુષીની માતા કિરણબેન (ઉ.વ ૩૬)ને ફરિયાદ આધારે બાળકીની હત્યાના આરોપસર દેરાણી વંદના મયુર નિમાવત સામે તેમજ હત્યાનું પાપ છુપાવવા મદદરૂપ બનનાર ખુદ બાળકીના પિતા ચેતન તથા બાળકીની કાકા મયુર સામે ગુનો નોંધાવતા ત્રણેય પોલીસે સકંજામાં લઇ પૂછતાછ હાથ ધરી છે અને આ ઘટના ઉપલેટા પંથકમાં ભારે ચકચાર જગાવી છે.

દેરાણી જેઠાણીના ગૃહકલેશમાં જેઠાણીની નાની પુત્રી આયુષીની બે દિવસ પહેલા કતલ કરનાર કાકીના ત્રણ વર્ષ પહેલા કોઈ પુરૂષ સાથેના સંબંધોની પરિવારને જાણ થઇ હતી તે સમયે ઘરમાં કંકાસ થયો હતો પોલીસને એવી પણ વાત જાણવા મળી હતી કે તામસી સ્વભાવની વંદના સાથે કામ બાબતે ઝઘડા કરતી અને અગાઉ જયારે તેના અંગત સંબંધોની પરિવારને જાણ થઇ હતી ત્યારે વંદનાએ બે દિવસ પહેલા જયાંથી આયુષીને પડતી મૂકી ત્યાંથી બીજા મંજિલથી પોતે પણ છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ઘટનામાં આરોપીઓએ કબૂલાત આપી પરંતુ નથી લાશ કે નથી થયું પીએમ જેથી મુંઝાયેલી પોલીસે આરોપીઓ સામે પુરાવા એકત્રિત કરવા સાયન્ટીફીક તપાસ આરંભી છે એફએસએલની મદદ સાથે સ્થળ પરથી લોહીના ડાઘવાળા નમુના બ્લેકેટ પર લોહીના ડાઘ ઉપરાંત ઘટનાસ્થળની વીડિયોગ્રાફી સ્મશાનમાંથી રાખ સહિતના ૨૫થી વધુ પુરાવા એકત્રિત કર્યા છે બનાવના આગલા દિવસે જ દેરાણીના પુત્ર સાથે આયુષીને ઝઘડો થયો હતો તેથી પણ હત્યા કરી હોવાની શંકા પોલીસે દર્શાવી છે પતિ મયુર પણ પત્ની સાથે થોડા દિવસથી બોલતો ન હોવાની વિગતો પણ પોલીસ ખરાઇ કરી રહી છે.

ગઈકાલે મૃતક આયુષ્યની માતા કિરણબેન નિમાવત મદદગાર બનનાર પતિ સામે તથા દેર અને દેરાણીની સામે ફરિયાદી બની હતી ફરિયાદ બાદ ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને તેઓને કોરોના રિપોર્ટ આવી જતા તેમની વિધિવત ધરપકડ કરાશે.

ઉપલેટા પી આઇ કે જાડેજા આરોપીઓને ઘટનાસ્થળ લઇ ગયેલ હતા અને વંદનાએ આયુષી ઉપર કઈ રીતે દસ્તાનો ઘા કર્યો અને મૃત થઇ ગયેલા બાદ લાશને કઈ રીતે પગથિયા ઉપરથી નીચે ઘા કરી તેનું ડેમોસ્ટ્રેશન કરેલ હતું અને પગથિયા ઉપરને ચાદરો ઉપર રહેલ લોહીના ધાબાને ધ્યાનમાં રાખી ત્યાંથી પુરાવા તરીકે તેમના સેમ્પલ લઇ એફ.એસ.એલ મોકલી આપેલ હતા.

  આ અંગે માહિતી આપતાં પીઆઇ કે કે જાડેજાએ જણાવ્યું હતું કે આ બનાવમાં હજુ સાક્ષીઓના પુરાવા તરીકે આજુબાજુમાં રહેતા પાડોશીઓના નિવેદન લેવામાં આવશે. ઉપરાંત સ્મશાનયાત્રામાં ગયેલ સગા સંબંધીઓના પણ નિવેદન લઇ ઉપરાંત હોસ્પિટલ સાથે ગયેલ વ્યકિતઓને નિવેદન લેવામાં આવશે ત્યારબાદ વધુ તપાસ કરવામાં આવશે.

(11:43 am IST)