Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

માખાવડ પાસે વાડીમાં કામ કરતી વખતે સાપે દંશ મારતા શીનાભાઇનું મોત

દાહોદના યુવાને રાજકોટની હોસ્પિટલમાં દમ તોડયો : પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ૧૨ : લોધીકાના માખાવડ ગામ પાસે વાડીમાં કામ કરતી વખતે સાપે દંશ મારતા યુવાનનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ દાહોદના વતની હાલમાં લોધીકાના માખાવડ ગામ પાસે ધીરૂભાઇ શીંગાળાની વાડીમાં રહેતા શીનાભાઇ લાલજીભાઇ આમલીયા (ઉ.૩૫) ગઇકાલે વાડીમાં કામ કરતા હતા ત્યારે સાપે દંશ મારતા બેભાન થઇ જતા તેને તાકીદે સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. હરદેવસિંહએ પ્રાથમિક કાગળો કરી લોધીકા મોકલવા તજવીજ હાથ ધરી છે. એક પુત્ર અને ત્રણ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(11:47 am IST)