Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ધોરાજીનો જુનાગઢ સ્ટેટ હાઈવે રોડ બિસ્માર બની જતાં વાહનચાલકો લોકોને ભારે હાલાકી: બિસ્માર રોડને રીપેરીંગ કરવાની કામગીરી કરાઈ તેવી લોક માંગ ઉઠી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજીનો જુનાગઢ સ્ટેટ હાઈવે રોડ બિસ્માર બની જતાં વાહનચાલકો લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે બિસ્માર રોડને રીપેરીંગ કરવાની કામગીરી કરાઈ તેવી લોક માંગ ઉઠી છે
  ધોરાજીનો જુનાગઢ સ્ટેટ હાઈવેમાં રાજકોટ જિલ્લાની હદ શરૂ થાય ત્યાથી ધોરાજી શહેર સુધી ડામર રોડમાં આડા પટ્ટા પડી ને બિસ્માર રોડ બની જતાં વાહનચાલકો લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની લોક ફરિયાદ ઉઠવા પામી છે સ્થાનીક રહીશોએ જણાવ્યું હતું કે ધોરાજી જૂનાગઢ રોડને રીપેરીંગ કરવા અવાર નવાર રજૂઆત કરવા છતાતંત્ર વાહકો દ્વારા બિસ્માર બનેલ રોડ રસ્તાને રીપેરીંગ નહી કરાતાં રોષ યાપી ગયેલ છે આ ધોરાજી જૂનાગઢ રોડને રીપેરીંગ કરવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે

(6:21 pm IST)