Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

અજાબ ગામ નજીક વોંકળામાંથી પરપ્રાંતિય યુવાનની લાશ મળી

 (કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા.૧૨ : કેશોદ તાલુકાનાં અજાબ ગામેથી કેશોદ તરફ આવવાનાં રસ્‍તામાં આવેલ ભાદરડી નદીનાં વોકળામાંથી અજાણ્‍યા પુરૂષની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મોટરસાયકલ સાથે મળી છે. વોંકળામાં લાશ તરતી નજરે નિહાળતા સરપંચ મગનભાઈ અઘેરા ઘટનાસ્‍થળે પહોંચી કેશોદ પોલીસ સ્‍ટેશનમાં જાણ કરી હતી.  આશરે પચાસેક વર્ષ ઉંમરના પર-ાંતિય ખેતમજુરની  અગાઉ ગુમ થયાની જાણવા જોગ અરજી આપેલ હતી. કેશોદ પોલીસ દ્વારા સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે ત્‍યારે  પ્રાથમિક તપાસમાં આકસ્‍મિક ઘટના હોવાનું માનવામાં આવે છે.  કેશોદના અજાબ રોડ પર રીબીન પટ્ટીમાં સીમેન્‍ટ નાં થાંભલા ખોડીને કાંટાળા તાર બાંધવામાં આવેલ હોય રસ્‍તાઓ સાંકડા બની જતાં છાશવારે અકસ્‍માતો સર્જાતા હોયછે. ત્‍યારે જવાબદાર તંત્ર દ્વારા કોઈ - પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી જેનાં કારણે આજે એક વધુ નિદોર્ષ બાઈકચાલકે જીવ ગુમાવ્‍યો છે. કેશોદ પોલીસ દ્વારા મળતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે. અને કેશોદ સબ ડિસ્‍ટ્રીકટ સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા બાદ મેડિકલ ઓફિસર દ્વારા પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ બાદ મળત્‍યુ નું ખરું કારણ ધ્‍યાનમાં આવશે. ગ્રામ્‍યજનો દ્વારા મોટરસાયકલ બહાર કાઢવામાં આવ્‍યા બાદ મધ્‍ય પ્રદેશના પર- પ્રાંતીય શ્રમિક દ્વારા કણેરી ગામે ખેતીકામનું ભાગ્‍યું રાખેલ હોવાનું બહાર આવ્‍યું છે.

(4:10 pm IST)