Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

સાવરકુંડલામા શ્રમિક મહીલાઓ સાથે રક્ષા બંધન ઉજવતા જીલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષ સુરેશ પાનસુરિયા

  સાવરકુંડલા : અહીંના જનતા બાગ કે જે હવે પંડિત દિનદયાળ ઉપાધ્‍યાય બાગ તરીકે ઓળખાય છે તેમાં છેલ્લા એક વર્ષથી બગીચામાં ધાસ ઉગી નીકળ્‍યુ હતુ. શહેરની સુંદરતામાં ચાર ચાંદ લગાવતા બગીચામાં સતત વરસાદના કારણે ચારે બાજુ ધાસનુ જાણે કે જંગલ થઈ ગયુ હોય તેવી સ્‍થીતી બની ગઈ હતી. મોર્નીંગવોક કરવા આવનાર લોકો અને સાંજના બગીચામાં ટહેલવા આવતા નાગરીકો બગીચાની દુર્દશા જોઈ દુખી થતા હતા. આ સમયે મોર્નીંગ વોક માટે આવેલા સુરેશ પાનસુરિયાને ધ્‍યાને આ બાબત આવતા તેમણે એક સાથે ૨૫ જેટલી શ્રમિક મહીલાઓને બગીચાના ધાસ કટીંગ અને બીજી સફાઈ માટે મોકલતા બગીચાની જાણે કે સિકલ ફરી ગઈ છે. સુંદર અને આકર્ષક બગીચો લોકોમાં આકર્ષણનુ કેન્‍દ્ર બની ગયો છે. બગીચામાં ધાસ કાપતી મહીલા શ્રમીકો સાથે આજે જીલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષ સુરેશ પાનસુરિયા રક્ષાબંધનનો તહેવાર ઉજવ્‍યો હતો. બહેનો પાસે રાખડી બંધાવી તેમના જીવનમાં સુખ શાંતી રહે તેવી શુભેચ્‍છા પાઠવી. આ ઉપરાંત આ મહિલાઓને સુરેશ પાનસુરિયાએ વચન આવ્‍યુ છે કે કોઈ પણ પરિવારમાં દિકરીઓને અભ્‍યાસ માટે કે બીજી કોઈ જરૂરિયાત પડે તો ગમે ત્‍યારે સુરેશ પાનસુરિયાના કાર્યાલયનો સંપર્ક કરવો. રક્ષા બંધનના પવિત્ર તહેવારના દિવસે શ્રમીક મહિલાઓને ફળાહાર વગેરે કરાવી સુરેશ પાનસુરિયાએ બગીચાને વધુને વધુ સુવિધા સભર કરવાનો સંકલ્‍પ કર્યો છે. (તસ્‍વીર-અહેવાલ : દિપક પાંધી-ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(1:54 pm IST)