Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ૩૮ તાલુકામાં ઝાપટાથી પોણો ઇંચ વરસાદ

રાજકોટ તા. ૧ર :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણનો માહોલ આજે પણ બરકરાર છે. આવા વાતાવરણ વચ્‍ચે ૩૮ તાલુકામાં ઝાપટાથી માંડીને પોણો ઇંચ વરસાદ પડયો છે.
જેમાં ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર, ગીરગઢડા તથા રાજકોટ જીલ્લાના જામકંડોરણામાં પોણો ઇંચ વરસાદ પડયો છે.
આ ઉપરાંત પાટડી, સાયલા, મુળી, ખાંભા, જાફરાબાદ, રાજૂલા, સાવરકુંડલા, તળાજા, મહુવા, ગારીયાધાર, ઘોઘા, જેશર, મુંદ્રા, ગાંધીધામ, નખત્રાણા, રાપર, પોરબંદર, કોટડા સાંગાણી, ઉપલેટા, જામજોધપુર, જોડીયા, ધ્રોલ, લાલપુર, કલ્‍યાણપુર, દ્વારકા, ભાણવડ, ઉના, તાલાલા, સુત્રાપાડા, કેશોદ, જુનાગઢ, ભેંસાણ, મેંદરડા, માંગરોળ, માળીયા હાટીના, વંથલી, વિસાવદરમાં હળવા-ભારે ઝાપટા પડયા છે.

 

(4:07 pm IST)