Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ભાણવડમાં ઓટો મોબાઇલ્સની દુકાનમાં ગાંજો વેંચતા ધરપકડ

ખંભાળીયા, તા,.૧૨: ખંભાળીયા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીને ખાનગી રાહે બાતમી મળેલ હોય કે ભાણવડના રણજીતપરા વિસ્તારમાં પોલીસ લાઇન નજીક આવેલ ક્રિષ્ના ઓઇલ નામની દુકાનમાં ગાંજો રાખી  વેચવામાં આવી રહયો છે. જે બાતમીના આધારે ડિવાયએસપી હિરેનદ્ર ચૌધરી, ભાણવડ પીએસઆઇ જે.જી.સોલંકી હેડ કોન્સ. કિશોરભાઇ નંદાણીયા, જગમાલભાઇ લુણા સહીતના સ્ટાફે ક્રિષ્ના ઓઇલ નામની દુકાનમાં દરોડો પાડતા ટેબલના ખાનામાં ઝબલા થેલીમાં રાખવામાં આવેલ ૧૩૧ ગ્રામ ગાંજો કિ. રૂ. ૧૩૧૦નો મળી આવતા દુકાન માલીક ધર્મેન્દ્રસિંહ ભીમુભા જેઠવા રહે. પ્રકાશનગર સોસાયટી વાળાને ઝડપી લઇ તેમની પાસેથી મોબાઇલ, તથા દુકાનના ખાનામાં રાખેલ રોકડ સહીત ૮૯૯૦નો મુદામાલ કબ્જે કરી તેની ધરપકડ કરી એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી આગળ તપાસ હાથ ખંભાળીયા ઇન્ચાર્જ પીઆઇ ગઢવી ચલાવી રહયા છે.

(11:22 am IST)