Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

૧૪ કરોડના ખર્ચે બનનાર ખીરસરાથી રાજકોટ કાલાવડ રોડનું ખાર્તમુહુર્ત

ખીરસરા,તા.૧૨: રાજકોટ કાલાવડ હાઇવે સિકલેન્ડ રોડ જે ખીરસરા સુધી ત્યાર થયેલ છે ખીરસરા થી રાજકોટ જિલ્લા ની હદ સુધી ના ૭.૭૦ કિલોમીટરના લંબાઇ અને ૧૦ મીટર પહોળા કરવા માટેના ૧૪ કરોડના ખર્ચે ત્યાર થનાર ડામર રોડનુ ખાર્તમુહુર્ત રાજકોટ ગ્રામ્ય ના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા ના હસ્તે કરવામાં આવેલ જેમા લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા રા.લો .સંધના વા. મનસુખભાઈ સરધારા જીલ્લા ભાજપના મોહનભાઈ દાફડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઉમેશભાઈ પાભર તાલુકા યુવા ભાજપ પ્રમુખ વિપુલભાઈ મોરડ તાલુકા ભાજપના મોહનભાઈ ખુટ હરભમભાઇ કુગશીયા માવજીભાઈ સાગઠીયા મનજીભાઈ સાગઠીયા જીલ્લા ભાજપ ના યુવા નેતા જયેશભાઇ સાગઠીયા અધિકારી કાલરીયા પરમારભાઇ તેમજ બિઝરાજસિહ ઝાલા દિલિપસિંહ જાડેજા તેમજ દેવગામ સરપંચ વિશાલભાઈ ફાગલિયા દેવગામના આગેવાન ગાડુભાઇ ભુત મેપાભાઇ રાદડિયા ખીરસરા ના મનજીભાઈ સાગઠીયા વિગેરે આગેવાનોની ઉપસ્થિતિમા રોડના ખાર્તમુહ્રત કરવામાં આવેલ. (અહેવાલ બી.એમ.ગોસાઇ ખીરસરા)

(11:24 am IST)