Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ઓખા નગરપાલિકા દ્વારા પાણી પુરવઠા બાબતે સાંસદ તથા કલેકટરને રજુઆત

ઓખા :  ઓખામંડળ તાલુકામાં આવેલી અને ચાર જેટલા ગામોને જોડતી એવી એક માત્ર નગરપાલિકા એટલે ઓખા નગરપાલિકામાં હાલ પાણી પુરવઠા બાબતે પાણી ઓછુ મળતા હોવા થી પ્રશ્નો સર્જાયા હતા. તેથી ઓખા નગરપાલિકાના ચીફ ઓફીસર વિનોદભાઈ રાઠોડ, ઓખા નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઇ માણેક તથા ઉપપ્રમુખ ચેતનભાઈ માવાણી દ્વારા વિડીયો કોન્ફરસ દિશા મીટીંગમાં આ બાબતે દેવભૂમિ દ્વારકા જીલ્લા અને જામનગર જીલ્લા એમ બંને જીલ્લાઓ ના સાંસદ પૂનમબેન માડમ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલેકટર સાથે રજૂઆત કરાયા બાદ તાત્કાલિક ભીમગજા સંપ પર કામ ચાલુ થઇ ગયેલ છે. અને ઇચી આશા જણાવવામાં આવે છે કે ટુક સમયમાં જ ઓખા નગરપાલિકા ના વિસ્તારો માં પાણીના જથ્થાનો પ્રશ્ન ઉકેલાઈ જશે અને સમયસર ચારેય વિસ્તારોમાં પાણી મળી રહેશે. (તસ્વીર-અહેવાલ : દિવ્યેશ જટણીયા મીઠાપુર.)(

(11:25 am IST)