Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

વાંકાનેરમાં વધતી ગંદકી, રાત્રે સ્ટ્રીટ લાઇટો બંધ

વાંકાનેરઃ નગરપાલીકા દ્વારા રોડ રસ્તામાં સફાઇ કામગીરી થઇ રહી છે પરંતુ રેસિડેન્ટ એરીયાઓમાં લાંબા સમયથી કચરાની ઉકરડા જે-તે સ્થિતિમાં જોવા મળે છે. શહેરભરમાં ઘણા સ્થળોએ, તેમાંયે ટ્રાફિકથી ધમધમતા ગ્રીનચોકમાં સ્ટ્રીટ લાઇટો બંધ છે જેની મૌખિક તથા લેખિત રજુઆતો કરવા છતા હજુ સુધી નગરપાલીકાએ કોઇ કામગીરી કરી ન હોઇ, લોકોમાં આ અંગે રોષ જોવા મળે છે. પુલદરવાજાના પુલ પર આખો દિવસ ભારે ટ્રાફિક હોવા છતાં ગાયો તથા આખલાઓના ઘણ રસ્તા રોકીને ઉભા રહેતા હોવાથી વાહન ચાલકો તથા રાહદારીઓ અવાર-નવાર આખલાઓની લડાઇનો ભોગ બની રહ્યા છે તેમજ શેરી-ગલીઓમાં ભૂંડ તથા કુતરાઓનો ત્રાસ વધી જવા પામ્યો છે. જેના કારણે વાંકાનેરમાં ગમે ત્યારે રોગચાળો ફેલાવાનો ભય ઝળૂંબી રહ્યો છે. રાત્રે બંધ સ્ટ્રીટ લાઇટો રસ્તા વચ્ચે રખડતા ઢોર તથા ગંદકીની તસ્વીર.(તસ્વીરો અને અહેવાલઃ મહમદભાઇ રાઠોડઃ વાંકાનેર)

(11:26 am IST)