Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

દેલવાડા સહિત ૭ ગામોનો વીજ ધાંધિયા પ્રશ્ને કાયમી છુટકારોઃ ૬૬ કેવી વીજ સબ સ્ટેશનનું લોકાપર્ણ

(નીરવ ગઢિયા દ્વારા) ઉના, તા.૧૨: દેલવાડામાં ૬૬ કેવી વીજ સબ સ્ટેશનનું લોકાપર્ણ કરવામાં આવતા દેલવાડા સહિત ૭ ગામોને હવે વીજ ધાંધિયા પ્રશ્ને કાયમી છુટકારો મળશે.

વર્ષો પહેલા દેલવાડા ને ફાળવેલ ૬૬ કે.વી. સબસ્ટેશન દાંડી ગામે જતા દેલવાડા નું સ્વપ્ન અધૂરું રહી ગયેલ ત્યારબાદ દેલવાડા ના વતની મયુરકુમાર વી. બાંભણીયા ઉના પી.જી.વી.સી.એલ. માં જુનિયર ઈજનેર તરીકે લાગતા દેલવાડા ને ૬૬ કે.વી. મળે તેવા અથાગ પ્રયત્નો કરેલ જેમાં વર્ષો ના અંત બાદ પુનઃ લાભ દેલવાડા સહિત ૭ ગામો ને ૬૬ કે.વી. સબસ્ટેશન ગુપ્ત પ્રયાગ ના રોડ પર મળતા ૨૦૧૯ માં કામ ચાલુ થયેલ ત્યારબાદ સપ્ટેમ્બર ૨૦૨૦ ના પ્રથમ સપ્તાહ માં કામ પૂર્ણ થતાં હાલ ઉના પી.જી.વી.સી.એલ. ના ડેપ્યુટી ઈજનેર મયુરકુમાર વી. બાંભણીયા ના માર્ગદર્શન હેઠળ દેલવાડા તેમજ નવાબંદર, ઝાંખરવાડા, રામપરા, નાંદણ, ના. માંડવી અને ખંડેરાને અવિરતપણે પાવર આપી કનેકશન ચાલુ થઈ જતા કુલ ૮ ગામ ની પ્રજા ને હવે લાઈટ ના ધાંધિયા તેમજ ફોલ્ટ ના પ્રમાણ થી છુટકારો મળશે તેવી આશા મળતા ૭ ગામ ના લોકો માં હર્ષ ની લાગણી ફેલાઇ ગઇ છે.

(11:27 am IST)