Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

વલ્લભીપુર-ઉમરાળા-૪, જેતપુર-સાયલામાં ૩ ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરીથી મેઘરાજાના મંડાણઃ ભારે વરસાદવાળા વિસ્તારોમાં વરસાદથી પાકને નુકશાન

રાજકોટ તા.૧ર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે વરસાદી માહોલ જામતો જાય છે. છેલ્લા ર૪ કલાકમાં અનેક વિસ્તારોમાં ઝાપટાથી માંડીને ૪ ઇંચ વરસાદ પડયો છે.

જેમાં સૌથી વધુ વરસાદ ગઇકાલે બપોર બાદ સતત બીજા દિવસે ભાવનગરના વલ્લભીપુરમાં ૪ ઇંચ પડયો હતો. વલ્લભીપુરમાં ગુરૂવારે પણ ૩ ઇંચ વરસાદ પડયો હતો આ ઉપરાંત ઉમરાળામાં પણ ૪ ઇંચ વરસાદ પડયો હતો.

જયારે રાજકોટ જીલ્લાના જેતપુર અને સુરેન્દ્રનગર જીલ્લાના સાયલામાં ૩ ઇંચ વરસાદ પડયો હતો.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ગોહિલવાડ પંથકમાં ગઇ મોડી રાત્રે મુશળધાર વરસાદ પડયો હતો જીલ્લામાં વલ્લભીપુર અને ઉમરાળા પંથકમાં સુપડાધારે મેઘરાજા વરસી પડતા સર્વત્રી પાણી-પાણી થઇ ગયું હતું બન્ને તાલુકામાં ગામડાઓમાં ચાર-ચાર ઇંચ વરસાદથી પાણી ભરાઇ ગયા હતા જયારે ભાવનગર શહેરમાં ગાજવીજ સાથે રાત્રે વરસાદ તુટી પડયો હતો.

આજે સવારે છ વાગે પુરા થતા છેલ્લા ર૪ કલાક દરમ્યાન વલ્લભીપુરમાં ૯૬ મી.મી. ઉમરાળામાં ૯પ મી.મી. ભાવનગરમાં ૩પ મી.મી. મડવા ર૦ મી.મી. સિહોરમાં ૧૭ મી.મી. ઘોઘામાં ૧૩ મી.મી.પાલીતાણામાં ૧૧ મી.મી.ગારીયાધારમાં ૯ મી.મી. અને તળાજામાં પ મી.મી. વરસાદ નોંધાયો છે.

આજે શનીવારે પણ સવારથી વાદળીયુ વાતાવરણ હોય વરસાદની સંભાવના છે.

ધોરાજી

(કિશોર રાઠોડ -ધર્મન્દ્ર બાબરીયા દ્વારાા ધોરાજીમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી અસહ્ય ગરમીને કારણે લોકો ત્રાસી ગયા હતા. સિઝનમાં કુલ વરસાદ કરતા ડબલ વરસાદ પડી ગયો હોવા છતા પણ ગરમી લોકો બફાતા હતા. બાદ ગઇકાલે રાત્રીના સમયે ભારે વીજળીના કડાકા સામે પવનના સુસવાટામાં ધીમીધારે વરસાદ આવ્યો હતો.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારાા મોરબીઃ રાજયમાં હવામાન વિભાગ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી જેને પગલે મોરબી જીલ્લામાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો અને મોરબી વાંકાનેર, હળવદ સહિતના પંથકમાં વરસાદ જોવા મળ્યો હતો. જેમાં છેલલા ર૪ કલાકમાં મોરબીમાં પ એમ.એમ., વાંકાનેર ૭ એમ.એમ. અને હળવદ પ એમએમ વરસાદ વરસ્યો હતો તેમજ માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રાત્રીના વરસાદી ઝાપટુ વરસ્યુ હતું ભારે ઉકળાટ બાદ મોરબી જીલ્લામાં ધીમીધારે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો હતો.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જીલ્લાના કાલાવડ, ધ્રોલ, અને જામજોધપુરમા ઝાપટા રૂપે વરસાદ પડયો હતો.

છેલ્લા ર૪ કલાકમાં પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.

ભાવનગર

વલ્લભીપુર

૯૬ મી.મી.

ઉમરાળા

૯પ  મી.મી.

ભાવનગર

૩પ  મી.મી.

તળાજા

પ  મી.મી.

મહુવા

ર૦  મી.મી.

શિહોર

૧૭  મી.મી.

ઘોઘા

૧૩  મી.મી.

પાલીતાણા

૧૧  મી.મી.

ગારીયાધાર

૯  મી.મી.

રાજકોટ

જસદણ

૧ર  મી.મી.

ઉપલેટા

૧  મી.મી.

જેતપુર

૬૬  મી.મી.

ધોરાજી

૮  મી.મી.

વિંછીયા

૧પ  મી.મી.

અમરેલી

લીલીયા

૮૩  મી.મી.

બગસરા

૬૧  મી.મી.

સાવરકુંડલા

૪  મી.મી.

લાઠી

પ૭  મી.મી.

અમરેલી

૪૬  મી.મી.

ખાંભા

૩ર  મી.મી.

બાબરા

ર૭  મી.મી.

રાજૂલા

૧૭  મી.મી.

વડીયા

૧૭  મી.મી.

ધારી

૧૩  મી.મી.

જાફરાબાદ

૧ર  મી.મી.

સુરેન્દ્રનગર

ચોટીલા

ર૬  મી.મી.

ચુડા

ર૬  મી.મી.

પાટડી

૭  મી.મી.

ધ્રાંગધ્રા

પ  મી.મી.

થાનગઢ

૧૦  મી.મી.

લખતર

૧૮  મી.મી.

લીંબડી

૭  મી.મી.

મુળી

ર૦  મી.મી.

સાયલા

૬૧  મી.મી.

વઢવાણ

રપ  મી.મી.

કચ્છ

ભચાઉ

૩ મી. મી.

રાપર

ર૬  મી.મી.

જુનાગઢ

કેશોદ

ર  મી.મી.

જુનાગઢ

પ  મી.મી.

ભેંસાણ

પ  મી.મી.

મેદરડા

૩  મી.મી.

વંથલી

પ  મી.મી.

વિસાવદર

૮  મી.મી.

(11:28 am IST)