Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કેશોદ કોવિડમાં ફરજ બજાવતી માધવી રાવલિયા દર્દીને ઘરના પરિવાર સમજી કરે છે સેવા

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ૧૨ : માંગરોળમા રહેતીઅને કેશોદ કોવિડમાં ફરજ બજાવતી માધવી દેવેન્દ્ર રાવલીયા આમ તો મૂંગા પશુઓ સાથે ખૂબ જ પ્રેમ ધરાવે છે. અને મૂંગા પશુઓની સારવાર કરવી બહુ જ ગમે છે ત્યારે એક પોસ્ટ મેનમાં ફરજ બજાવતા પિતા સ્વ.જગદીશભાઈ પંડ્યાની પુત્રી માધવી હાલમાં ચાલતી કોરોના મહામારી વચ્ચે શરૂઆતથી અમદાવાદમાં એક હજારથી વધારે કોરોના દર્દીઓની સારવાર કરી ચુકી છે.

હાલ પોતાના વતન જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીક કેશોદ કોવિડ સેન્ટરમાં ફરજ બજાવે છે હાલ માધવી રાવલિયા કેશોદના જાણીતા દેવરૂપી ડોકટરો સાથે કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની ઘરના પરિવારની જેમ સારવાર અને સેવા કરી રહી છે ત્યારે કોરોના અનેક દર્દીઓને સેવા કરી સાજા કર્યા છે.

માધવી રાવલિયા જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં એક હજારથી વધુ દર્દીઓને સેવા સાથે સાજા પણ કર્યા છે. દર્દીને તેમના ઘરની યાદ પણ ન આવે એ રીતે માધવી રાવલીયા દર્દી સાથે સેવા કરતી રહે છે હાલ આ યુવતી કેશોદ કોવિડમાં જીવના જોખમે ફરજ બજાવી રહી છે ત્યારે દર્દીઓ સહિત સૌ કોઈ તેમની પ્રશંસનીય કામગીરીને બિરદાવી રહ્યા છે. ત્યારે કોરોના ના તમામ સાજા થયેલ દર્દીઓ માધવીને આશીર્વાદ પણ આપી રહ્યા છે.

(11:31 am IST)