Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

દેશી બિયારણોની આપલે કરવાની વર્ષોથી ઝૂંબેશ ચલાવતી કેશોદ બિજ બેંક

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા.૧૨:  બિજ બેંકનું નામ સાંભળતા જ નવાઈ લાગે આપણે રૂપીયા માટેની બેંક કે બ્લડ બેંકનું નામ અવારનવાર સાંભળીએ છીએ.

શાકભાજી ધાન્ય પાકો કઠોળ સહીતના દેશી બિયારણોની બિજ બેંક ચલાવતા ભરતભાઈ નશીત કેશોદ તાલુકાના ટીટોડી ગામના વતની છે. હાલ તેમના વ્યવસાય માટે કેશોદમાં રહે છે સાથે પોતાના ઘરે બિજ બેંક કાર્યરત કરેલછે.

સૃષ્ટિ સંસ્થામાં જોડાયેલા ભરતભાઈ નશીતે શરૂઆતમાં શાકભાજી ધાન્ય પાકો કઠોળ સહીતના દેશી બિયારણોની પચ્ચાસ જેટલી વેરાયટીથી શરૂઆત કરેલી જેમાં ખેડુતોને જરૂરીયાત મુજબના બિયારણો આપતા જે બિયારણોમાંથી ખેડુતો વાવેતર કરી ઉત્પાદન મેળવી જરૂરીયાત મુજબનું બિયારણ રાખી વધારાનું બિયારણ ભરતભાઈને પરત કરે છે.

જેમાં ધીરે ધીરે બિજ સંગ્રહ વધતાં જતાં ભરતભાઈએ બિજ બેંક કાર્યરત કરી જેમાં હાલમાં આશરે ત્રણસોથી પણ વધારે જાતના બિયારણનો સંગ્રહ કર્યોછે જે સંગ્રહમાંથી ખેડુતો સાથે વિનામૂલ્યે બિયારણોની આપલે કરેછે.

 આ બિજ બેંકથી પ્રેરાઈને ભરતભાઈ નશીતને અનેક સંસ્થાઓ દ્વારા પ્રમાણપત્ર મેડલ શિલ્ડ એવોર્ડ મળ્યા છે.

વર્ષોથી બિજ બેંક ચલાવવા ભરતભાઈ નશીબે ખુબ સંઘર્ષ સાથે અનેક સમસ્યાઓનો સામનો કરી બીજ બેંકને જાળવી અનેક રાજયોમાં સેમીનારોમાં બિજ બેંક દ્વારા બિયારણોની માહીતી માર્ગદર્શન આપેછે જુદી જુદી વેરાયટીઓના બિયારણો જાળવણી સાથે પેકીંગ તેયાર કરવા સહિતના કામમાં હાલમાં ભરતભાઈના પત્ની નિતાબેન પણ યોગદાન આપી બિયારણની સુકવણી પેકીંગ બિયારણના સંગ્રહ સહીતની કામગીરીમાં સાથ સહકાર આપી રહયા છે.

બિજ બેંક ઉપરાંત ફુલછોડ મીઠી લીંબડી અડુસી શાકભાજી સહીતના રોપાઓનો ઉછેર કરી વાવેતર કરે છે જેમાં વધારાના રોપાનું વિનામૂલ્યે વિતરણ પણ કરે છે.

(12:52 pm IST)