Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

જેતપુરમાં ૩ લાખના હેરોઇન સાથે ઝડપાયો

જેતપુર, તા., ૧૨: શહેરમાં એસઓજીના પીએસઆઇ એચ.ડી.હીંગરોજા સ્ટાફના ઉપેન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, હિતેષભાઇ અગ્રાવત, રણજીતભાઇ ધાંધલ, સાહીલભાઇ ખોખરને સાથે રાખી પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન  બાતમી મળેલ કે નાર્કોટીકસનો જથ્થો લઇ મહેબુબ નામનો શખ્સ હોન્ડા ઉપર ગેબનશા પીરની દરગાહ પાસે ઉભેલ હોય જે આધારે સ્મશાન તરફ જતા ત્યાં હીરો હોન્ડા સ્પ્લેન્ડર નં. જીજે ૦૩ એપી ર૮૭૮ લઇ ઉભો હોય તેને પકડી પાડી તલાશી લેતા તેના ખીસ્સામાંથી એક પડીકી નીકળતા જેમાં ભુખરા બદામી રંગનો પાવડર મળી આવતા તે એફએસએલના પી.બી.ચાવડાએ પોતાની કીટથી તપાસ કરતા તેમાં ઓપીયમ ડેરી વેટીવ્સ (મોરફીન) હેરોઇન હોવાનું માલુમ પડતા મહેબુબ ઉર્ફે મેબલો હારૂન પરમાર (રહે. લાદી રોડ બકાલા માર્કેટ પાસે) ને હેરોઇન ૩,૦૮૦ મીલીગ્રામ કિ. રૂ. ૩,૦૮ લાખ તથા હોન્ડા મોટર સાયકલ કિ. રૂ. ર૦,૦૦૦ મળી કુલ રૂપીયા ૩,ર૮,૦૦૦ના મુદામાલ સાથે પકડી પાડી શહેર પોલીસને સોંપતા પોલીસે તેના વિરૂધ્ધ એનડીપીએસ એકટ કલમ ૮ (સી) ર૦ર૦ બી (રબી) મુજબ ગુન્હો દાખલ કરેલ છે.

(1:02 pm IST)