Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

જામનગરનાં લાલપુરમાં ભત્રીજીને પ્રેમ કરનાર યુવકને કાકાએ માર માર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૨: લાલપુર પોલીસ સ્ટેશનમાં નવાજ બસીરભાઈ સમા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧–૯–ર૦ર૦ના લાલપુર યુનુસપીરની દરગાહ પાસે ફરીયાદી નવાજ નેઆ કામના આરોપી અસલમ ગુલમામદ સુમરા ના કુટુંબી ભાઈની દિકરી સાથે પ્રેમ સબંધ હોય અને આરોપી અસલમ ગુલમામદ ને પસંદ ન હોય જે બાબતનો ખાર રાખી ફરીયાદી નવાજ પોતાનું મોટરસાયકલ લઈને બેઠા હોય ત્યારે આરોપી અસલમ ગુલમામદે ભુંડી ગાળો આપી ઉશ્કેરાઈ જઈ તલવાર ઉગામી ફરીયાદી નવાજ પર ઘા ધરવા જતા ફરીયાદી નવાજે પોતાના ડાબા હાથથી તલવાર પકડી લઈ તલવાર ઝુટવી લેતા આરોપી અસલમે ફરીયાદી નવાજ સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુથી ફરીયાદી નવાજને આડેધડ મુંઢ માર મારી ડાબા હાથની હથેળીમાં ઈજાઓ કરી જિલ્લા કલેકટરના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

દારૂની દસ બોટલ ઝડપાઈઃ એક ફરાર

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧–૯–ર૦ર૦ના જામનગરના બેડીનાકા પાસે, સ્વામીનારાયણ મંદિર સામે, વાઘરી વાડ પાછળ, આ કામના આરોપી હિતેષ ડોલરભાઈ મારૂ એ પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કાચની કંપની શીલ બંધ બોટલ નંગ–૧૦, કિંમત રૂ.પ૦૦૦/– નો મુદામાલ વેચાણ સારુ રાખી તથા આરોપી અલ્તાફ ખફી દારૂનો જથ્થો પુરો પાડી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે. તથા આરોપી અલ્તાફ ખફી ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુગાર રમતા પાંચ ઝડપાયા

સીટી સી પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરપાલસિંહ મહિપતિંસંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧–૯–ર૦ર૦ના જામનગર ખોડીયાર કોલોની સોઢા સ્કુલની પાછળ, આહિર પાડામા જાહેરમાં આરોપી રાજેશભાઈ પરષોતમભાઈ કટેશીયા, ધર્મેશભાઈ દેસુરભાઈ ચાવડા, અશોકભાઈ જેઠાભાઈ ગોજીયા, નિમેશભાઈ વિનોદભાઈ માંડલીયા, વિજયભાઈ પરતભાઈ ચોવટીયા, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તથા પૈસા વડે રોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧પ,પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

અજાણ્યા ફોરવ્હીલ ચાલકે મોટરસાયકલને હડફેટે બે ને ઈજા

સીટી બી પોલીસ સ્ટેશનમાં કેતનભાઈ ચમનભાઈ ડાભી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧–૯–ર૦ર૦ના બેડેશ્વર ઓવર બ્રીજ ઉપર રોડ ઉપર આરોપી અજાણ્યો ફોર વ્હીલ કારનો ચાલક પોતાની વાઈટ ફોરવ્હીલ બેફીકરાઈથી ચલાવી ફરીયાદી કેતનભાઈ તથા સાહેદ મોટરસાયકલ નં. જી.જે.–૦૭–એ.સી.–૯ર૭૯ માં જતા હતા તે મોટરસાયકલ સાથે આરોપી અજાણ્યો ફોર વ્હીલ કારનો ચાલક ફરીયાદી કેતનભાઈને જમણા પગના સાથળના ભાગે ફેકચર તથા જમણા હાથની ત્રણ આગળી કપાઈ જતા તથા સાહેદને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી ભાગી જઈ ગુનો કરેલ છે.

જુગાર રમતા ચાર ઝડપાયા

સીટી બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાણાભાઈ વેજાણંદભાઈ આંબલીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧ર–૯–ર૦ર૦ના કડીયાવાડ, ચોરાવાળા ચોકમાં, સાંઈબાબાના મંદિર પાસે ચોકમાં આ કામના આરોપીઓ જગદીશભાઈ પ્રભુભાઈ નાનાણી, કયુરભાઈ નીતીનભાઈ સંઘવી, વિજયભાઈ મનુભાઈ ગોસાઈ, કુમાર રતીલાલ પરમાર, રે. જામનગરવાળા જાહેરમાં ઘોડીપાસાના પાસા વડે પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૩૭૬૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:55 pm IST)