Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

બાબરાની જુની મામલતદાર કચેરીને નવી બનાવવા માંગ

જર્જરિત હાલત અને સ્લેબમાંથી પાણી પડી રહ્યું છે

(દીપક કનૈયા)બાબરા,તા.૧૨: વર્ષો જૂની મામલતદાર ઓફીસ જે હાલ ચોમાસાના કારણે જઝરીત હાલતમા છે ઓફીસમાં અગત્યના સરકાર રેકોર્ડ દસ્તાવેજો ઉપસ્થિત હોય છે કચેરીના દરેક રૂમમા સ્લેબમાંથી પાણી ટપકે છે. અગત્યના સરકારી કાગળો પર પાણી પડવાના કારણે રેકોર્ડ નાશ થવાની ભીતિ છે. ઓફીસમા સર્કલની ઓફીસ કસ્બા તલાટી મંત્રી અને કારકુનોની બેઠકો આવેલ છે આ તમામ ઓફીસ રૂમની હાલત દયાજનક બની છે બાબરા તાલુકાના ૫૭ ગામોના લોકોની દરરોજ મોટા પ્રમાણમાં મામલતદાર કચેરી મા અવર જવર હોય છે કોઈ અકસ્માતીક બનાવ બને તે પહેલા ગ્રામજનો દ્વારા તાલુકા ભાજપના પ્રમુખ નિતીનભાઇ રાઠોડ અને ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મુનાભાઇ મલકાણે  બાબરા મામલતદાર કચેરી તત્કાળ ધોરણે નવી મંજુર કરાય એવી માંગ ઉઠવા પામી છે આ અંગે અમરેલી જીલ્લા સાસંદ નારણભાઇ કાછડીયા જીલ્લા પ્રભારી મંત્રી હકુભા જાડેજા કલેકટર અમરેલી પ્રાંત અધિકારી શ્રીને પણ પત્રની નકલો રવાના કરીને જાણ કરી છે.

(12:56 pm IST)