Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ચોટીલા-પાળીયાદના દારૂના ગુન્હામાં દોઢ વર્ષથી વોન્ટેડ પ્રતીક ગોસ્વામી પકડાયો

રાજકોટ રેન્જની ટીમે ધ્રોલ-પંથકમાંથી દબોચી લીધો

રાજકોટ તા. ૧રઃ ચોટીલા અને પાળીયાદના વિદેશી દારૂના ગુન્હામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ધ્રોલ પંથકમાંથી રેન્જની ટીમે દબોચી લીધો હતો.

રાજકોટ રેન્જમાં નાસતા આરોપીઓને ઝડપી લેવાની રેન્જ આઇ.જી.પી. સંદીપસિંહની સુચના અન્વયે રેન્જના સ્પેશીયલ સ્કવોડના પી.એસ.આઇ. જે. એસ. ડેલા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સુરેન્દ્રનગરના ચોટીલા અને બોટાદ જીલ્લાના પાળીયાદના પોલીસ મથકના દારૂના ગુન્હામાં દોઢ વર્ષથી વોન્ટેડ આરોપી પ્રતીકગીરી જયસુખગીરી ગોસ્વામી રે. કાલાવડ ધ્રોલમાં આવ્યો હોવાની બાતમી મળતા વોચ ગોઠવી દબોચી લઇ કોવીડ ટેસ્ટ માટે ધ્રોલ પોલીસના હવાલે કરી પાળીયાદ અને ચોટીલા પોલીસને જાણ કરી હતી.

આ કાર્યવાહીમાં સ્પેશીયલ સ્કવોડના એ.એસ.આઇ. ડી. ડી. પટેલ, જયદીપભાઇ અનડકટ, હેડ કો. કરશનભાઇ કલોતરા, સંદીપસિંહ ઝાલા, કમલેશભાઇ રબારી તથા મીતેશભાઇ પટેલ રોકાયા હતાં.

(2:22 pm IST)