Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ધોરાજીમાં સાંજે અચાનક ભારે વરસાદ :રોડ ઉપર પાણી ફરી વળ્યા

વરસાદ ચાલુ રહેશે તો ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ

 ધોરાજી: ધોરાજીમાં અચાનક સાંજે ધોધમાર વરસાદનો પ્રારંભ થયો છે
ધોરાજીમાં ગઈકાલે સાંજે ભારે વીજળીના કડાકા સાથે ધીમીધારે વરસાદ આવ્યો હતો પરંતુ આજે સાંજે અચાનક ભારે વરસાદ ચાલુ થઇ જતા રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા
હવે તો મેઘરાજા કામ્યા કરે તેવી ખેડૂતો વિનંતી કરી રહ્યા છે જો આમ વરસાદ ચાલુ રહેશે તો ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ જાય એવું દર્શાવ્યું છે

(6:03 pm IST)