Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ સહિત વિવિધ સંસ્થાઓની માગણીનો અંતે વિજય થયો : ધોરાજી સરકારી હોસ્પિટલમાં covid સેન્ટરને સરકારની મંજૂરી

30 બેડ ની પ્રથમ મંજૂરી વધુ દર્દીઓ હશે તો વધારે સુવિધા આપવાની પણ આરોગ્ય ખાતાની ખાતરી: રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માનતું ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ

ધોરાજી: ધોરાજીમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા દિવસે ને દિવસે વધવા લાગતા સમગ્ર ધોરાજી વિસ્તાર મુશ્કેલીમાં મુકાઇ ગયો હતો આવા સમયે ધોરાજીની સામાજિક સંસ્થા ગણાતી વેપાર ઉદ્યોગ મહામંડળ (ચેમ્બર ઓફ કોમર્સ)અને ધોરાજી માર્કેટિંગ યાર્ડના હોદેદારોએ રાજ્યના મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીને સંબોધીને ધોરાજી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુધી ધોરાજી ની લાગણી પહોંચાડતા જે બાબતે તેઓએ પણ અંગત ધ્યાન આપીને ધોરાજી સરકારી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ ને વિનામૂલ્યે સારવાર મળી રહે તે ભાવનાથી તાત્કાલિક અસરથી 30 બેડની સુવિધા સાથે મંજૂરી આપી દીધાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે
  જે અંગે ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ કરસનભાઈ માવાણી રમેશભાઈ શિરોયા બીપીનભાઈ મકવાણા રાજુભાઈ પઢીયાર વિગેરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મેં સંબોધીને આવેદનપત્ર પાઠવેલ હતું તેમજ ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ કોયાણી સેક્રેટરી ભુપત ભાઈ કોયાણી અને ડિરેક્ટરોએ પણ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આવેદનપત્ર પાઠવ્યું જેના અનુસંધાને ધોરાજીમાં કોરોના વિસ્ફોટ થઈ રહ્યો છે તે પ્રકારના અહેવાલો પણ રાજ્ય સરકાર સુધી પડઘો પડયો છે અને ધોરાજીના દૈનિકપત્રોના પ્રતિનિધિઓએ પણ ધોરાજી ની જનતા માટે જે પ્રકારે જહેમત ઉઠાવી છે તે જહેમતને અનુસંધાને રાજ્યસરકારે તાત્કાલિક અસરથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં હાલમાં 30 બેડ ધરાવતી કોવિડ સેન્ટર ની મંજૂરી આપી દીધી છે તેવા સરકારમાંથી આધારભુત વર્તુળોમાંથી અહેવાલો પ્રાપ્ત થયા છે
  જે અંગે ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડૉ જયેશ વસેટીયન નો સંપર્ક સાધતા તેઓએ પણ સમર્થન આપતા જણાવેલ કે હાલમાં ધોરાજી સરકારી હોસ્પિટલ ની પાછળ નો ભાગ ગણાય છે ત્રણ દરવાજા પાસે કે જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસનો સેમ્પલ થઈ રહ્યા છે એ જ બિલ્ડિંગમાં 30 બેડની સુવિધા ધરાવતું કોરોના સેન્ટરની સરકારે મંજૂરી આપી દીધી છે જેના કારણે બે વખત રાજકોટ થી આરોગ્ય ટીમ સર્વે કરવા પણ આવી ગઈ છે ટૂંક સમયમાં નવા ડોક્ટરોની ફાળવણી તેમજ સ્ટાફની ફાળવણી અને ઝડપથી સુવિધાઓ માટે પણ તાત્કાલિક અસરથી કામ થાય તે બાબતે પણ સરકાર સક્રિય થઇ હોય તેવા આપણેને સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે જેના કારણે ધોરાજીના તમામ ગરીબ પરિવારોના કોરોના પોઝિટિવ ના દર્દીઓને પણ ઘરઆંગણે જ સુવિધાઓ મળશે અને જરૂર પડે તો સરકારી હોસ્પિટલની 3 માળ ધરાવતી બિલ્ડિંગમાં પણ એક માળ રિઝર્વ રાખવામાં આવશે તેવું પણ સરકાર સાથે અને આરોગ્ય વિભાગ સાથે વાતચિત થયા તેમાં આ બાબત નું સમર્થન આપ્યું હતું
ઉપરોક્ત ધોરાજીના હિતમાં રાજ્ય સરકારે નિર્ણય લીધો છે જેથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નો ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ કરસનભાઈ માવાણી રમેશભાઈ શિરોયા બીપીનભાઈ મકવાણા રાજુભાઈ પઢીયાર તેમજ ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ કોયાણી સેક્રેટરી ભુપતભાઇ કોયાણી વિગેરે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો
આ સાથે ધોરાજી શહેરની તમામ સંસ્થાઓ તેમજ ધારાસભ્યશ્રી સંસદસભ્યશ્રી રાજ્ય સરકારના કેબીનેટ મંત્રીશ્રીઓ પત્રકારો વિગેરે નો પણ ધોરાજી માટે મદદરૂપ બન્યા છે તે બદલ તેઓનો પણ આભાર માન્યો હતો

(6:50 pm IST)