Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

જામકંડોરણા તાલુકાના કાલમેઘડામાં ઢોર ભડકતા ભાગવા જતા પાણીના ખાડામાં પડી જતા ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત

ગોંડલ : પ્રાપ્ત વિગતો મુજબ જામકંડોરણા તાલુકાના કાલમેઘડા ગામે ખેત મજૂરી કામ કરતા દિલીપભાઈ ઠાકોર નો પુત્ર રાહુલ (ઉં. વ. 10), પુત્રી કિરણ (ઉ.વ. 5) તેમજ શૈલેષભાઈ ઠાકોર ની પુત્રી રિયા (ઉ.વ.5) ખેતર પાસે રમી રહ્યા હતા ત્યારે અચાનક ઢોર ભડકતા ત્રણે માસૂમ બાળકો ભાગવા જતા પાણી ભરેલા ખાડામાં પડી જતા બુમાબુમ મચી જવા પામી હતી.

           લોકોએ એકઠા થઇ બાળકોને બહાર કાઢી સારવાર માટે ગોંડલ સરકારી દવાખાને ખસેડયા હતા જ્યાં ફરજ પરના તબીબે ત્રણે બાળકોને મૃત જાહેર કરતા શ્રમિક પરિવાર શોક માં ગરક થવા પામ્યો હતો. માનવ સેવા ટ્રષ્ટ પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુ એ સ્થાનિક મદદ કરી હતી જ્યારે પ્રાથમિક કાર્યવાહી હોસ્પિટલ ચોકીના જમાદાર રફીકભાઈ એરંડિયા એ કરી હતી.

(7:28 pm IST)