Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ચોટીલા રાજકોટ વચ્ચે બામણબોર પાસે ભેદી ધડાકો

નવનિર્મિત એરપોર્ટ પાસે બ્લાસ્ટ થતા આસપાસના ગામો ધણધણી ઉઠ્યા : લોકો ઘરની બહાર દોડ્યા : ગાયને ઇજા થતા ઉગ્ર રોષ

ચોટીલા : ચોટીલાથી આશરે 20 કિલોમીટર રાજકોટ તરફ એરપોર્ટનું કામ ચાલી રહ્યું હોય જ્યાં બ્લાસ્ટ કરાતાં આજુબાજુના લોમાકોટડી, ડોસલી-ઘુના ગામો ધણ ધણી ઉઠયા હતા અને ભયનો માહોલ સર્જાયો હતો તેમજ  લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા તેમજ આ બ્લાસ્ટની અંદર ગાયને ઇજા થતા લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો

(10:31 pm IST)