Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

આરોગ્ય કમિશનર કચ્છની મુલાકાતે : ભુજ સિવિલમાં બેડની સંખ્યા વધારવા કર્યું સૂચન

આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ કચ્છની મુલાકાત લઈ સર્વગ્રાહી સમીક્ષા કરી

ભુજ : કચ્છમાં કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર તેમજ તબીબો દ્વારા અત્યાર સુધી કરાયેલી કામગીરીની આરોગ્ય કમિશનરે સમીક્ષા કરી હતી. જ્યાં આરોગ્ય કમિશનરે જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ધનવંતરી રથ દ્વારા જનજાગૃતિ તેમજ શંકાસ્પદ દર્દીઓને આઇડેન્ટીફાઇ કરી, તેમને સારવાર મળે તેવી વ્યવસ્થાઓ વિસ્તારવા ઉપરાંત ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન બનાવવા અંગે સુચના આપી હતી.

   તાવ  શરદી, ઉધરસ અને શ્વાસની બીમારી જણાય તો એવા દર્દીઓ સ્વૈચ્છિક એન્ટીજન ટેસ્ટ કરાવે અને આ માટે વિનામૂલ્યે નિદાન માટે આરોગ્ય વિભાગની ટીમો કામ કરી રહી છે, જિલ્લામાં સર્વેલન્સની કામગીરી વધારાશે. આ કામગીરીમાં લોકજાગૃતિ વધે અને લોકોનો પણ સહકાર આવશ્યક છે. તેમ આરોગ્ય કમિશનરે જણાવ્યું હ તું

આ બેઠક બાદ આરોગ્ય કમિશનરે ભુજ ખાતે જી. કે. જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં સારવાર અને મેનેજમેન્ટ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓ સાથે પરામર્શ કરીને હોસ્પિટલમાં હાલ કોરોનાના દર્દીઓ માટે 150 બેડની સુવિધા છે તે વધારવા અને ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થા વધારવા માટે વધુ એક ટેન્કનું ઇન્સ્ટોલેશન કરવા સૂચના આપી હતી

(11:48 pm IST)