Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

જામ ખંભાળીયામાં વધુ ત્રણ ઇંચ સહીત ચાર ઇંચ વરસાદ ખાબક્યો : જામનગરમાં અઢી ઇંચ, કપડવંજમાં બે ઇંચ, લીબડીમાં દોઢ ઇંચ, વઢવાણમાં એક ઇંચ વરસાદ

કાલાવાડ પોણો ઇંચ, વીરપુર, ધ્રોલ અડધો, મૂળીમાં અડધો ઇંચ, રાણાવાવમાં અડધો , લોધિકામાં અડધો, વડોદરા અડધો ઇંચ, જામજોધપુર અને કલ્યાણપુરમાં અડધો ઈંચ વરસાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં આજે સવારે ૬ થી ૮ વચ્ચે એક ઇંચ અને આઠથી દસ બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ સાથે કુલ ચાર ઇંચ વરસાદ પડી ગયો છે. જ્યારે જામનગરમાં લગભગ અઢી ઇંચ આસપાસ વરસાદ પડ્યો છે. કપડવંજમાં પણ બે ઇંચ ઉપર વરસાદ પડી ગયો છે. જ્યારે લીંબડીમાં દોઢ ઇંચ, વઢવાણમાં એક ઇંચ, કાલાવાડ પોણો ઇંચ, વીરપુર, ધ્રોલ અડધો, મૂળીમાં અડધો ઇંચ, રાણાવાવમાં અડધો , લોધિકામાં અડધો, વડોદરા અડધો ઇંચ, જામજોધપુર અને કલ્યાણપુરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટમાં જોરદાર વરસાદ ચાલુ છે. રાજકોટથી જામનગર તરફના હાઇવે ઉપર પણ ધોધમાર વરસાદ ચાલુ છે.

(12:58 pm IST)