Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

હળવદનાં માથક ગામમાં ૭ ગૌવંશ ઉપર કુહાડીના ઘા ઝીંકયા

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૧૨: તાલુકાના માથક ગામે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા સાત જેટલા ગૌવંશને કુહાડીના ઘા મારવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે .

ગૌવંશ પર હુમલાના બનાવને લઇ ગૌ પ્રેમીઓમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે.

ત્યારે પોલીસ દ્વારા આવું કૃત્ય કરનાર શખ્સો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી જીવદયાપ્રેમીઓમાં માંગ ઉઠવા પામી છે.

(10:55 am IST)