Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

જસદણ નગરપાલિકા પ્રમુખ અને યુવા ભાજપની નગરજનોને દિવાળીની શુભકામના

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ તા. ૧ર :.. જસદણ નગરપાલિકાના જાગૃત પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઇ રૂપારેલીયા (મો. ૯૮ર૪૯ ૦પ૧૭૧) અને જસદણ શહેર યુવા ભાજપના પ્રમુખ વિજયભાઇ જેન્તીભાઇ રાઠોડ (મો.૯૬૦૧પ ૧૧૧૧૧) એ જસદણ શહેરના નાગરીકોને દિપાવલી પર્વની અંતરથી શુભેચ્છાઓ પાઠવી હતી. શહેરના નાગરીકોના સુખ દુઃખમાં હંમેશા અગ્રેસર રહેતા બન્ને આગેવાનોએ જણાવ્યું હતું કે વિક્રમ સવંત ર૦૭૬ ની વિદાયને જુજ દિવસો બાકી છે હવે ર૦૭૭ ના વર્ષને આવકારવાનું છે. ત્યારે હાલ કોરોનાની મહામારી વચ્ચે દરેક જસદણવાસીઓ સંક્રમણની પરિસ્થિતિ જાળવી સરકારની ગાઇડ લાઇનને ખાસ અનુસરી સમજદારી, સાવચેતીનો માહોલ બનાવી રાખીયે અમે પણ તહેવારોમાં સરકાર અને નાગરીકો સાથે જ છીએ છેલ્લે બન્ને આગેવાનોએ નાગરિકોને દિવાળી પર્વના દરેક દિવસો નવું વર્ષ ઉત્સાહભેર ઉજવાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

(11:21 am IST)