Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

જામજોધપુરનાં વસંતપુર વાડી વિસ્તારમાં જૂગાર રમતા પ ઝડપાયા

જામજોધપુર તા. ૧ર :.. જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જામનગરનાઓએ જીલ્લામાં પ્રોહી જુગારની પ્રવૃતિ સદંતર બંધ કરાવવા સુચના કરેલ હોય તેમજ ના. પો. અધિ. કૃણાલ દેસાઇના માર્ગદર્શન અને સુચના મુજબ અમો તથા સ્ટાફના માણસો પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ. અનોપસિંહ ભીખુભા જાડેજા તથા પોલીસ કોન્સ ધર્મેશભાઇ બટુકભાઇ મોરીને અગાઉ ખાનગી રાહે હકિકત મળેલ કે પાચીંર્યા વાડી વિસ્તારમાં ધીરજલાલ છગનલાલ ડેડણીયા પોતાની માલીકીની વાડીમાં જૂગાર રમાડતા ઝડપી લીધેલ છે.

ધીરજલાલ છગનલાલ ડેડણીયા જાતે, પટેલ ઉ.પ૬ ધંધો ખેતી રહે. ખરાવાડ શેરી નં. ૩, જામજોધપુર જી. જામનગર (ર) નરેશભાઇ રામજીભાઇ સોલંકી જાતે અનુ. જાણી ઉ.૪૯ ધંધો, મજૂરી રહે. ડો. આંબેડકર ચોક, હરીજન વાસ, જામજોધપુર જી. જામનગર (૩) પ્રકાશભાઇ ઘેલાભાઇ રાબડીયા જાતે. પટેલ ઉ.પ૦ ધંધો ખેતી રહે. ખેતલા શેરી પાસે રાબડીયા ફળી, જામજોધપુર જી. જામનગર (૪) ચંદુભાઇ છગનભાઇ રાબડીયા જાતે પટેલ ઉ.પપ ધંધો ખેતી રહે. ખેતલા શેરી, રાબડીયા ફળી, જામજોધપુર જી. જામનગર (પ) હરેશભાઇ ભવાનભાઇ ચૌહાણ જાતે બાવાજી ઉ.પ૧ ધંધો મજૂરી રહે. આંબેકડર ચોક, જામજોધપુર જી. જામનગરવાળાઓને કુલ મુદામાલ રૂપિયા ૧,૧ર,૮૬૦ સાથે પકડાઇ જતા અનોપસિંહ ભીખુભા જાડેજા પો. હેડ ઇન્સ.ના ફરીયાદ રીપોર્ટ આધારે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

આ કાર્યવાહી જામજોધપુર પોલીસ સ્ટેશનના વાય. બી. રાણા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. તથા કિશોરસિંહ વીરેન્દ્રસિંહ ઝાલા પો. સબ. ઇન્સ. તથા પોલીસ હેડ કોન્સ. અનોપસિંહ ભીખુભા જાડેજા તથા પો. કોન્સ. ધવલસિંહ ચંદુભા સીસોદીયા તથા પો. કોન્સ. ભગીરથસિંહ મયુરસિંહ જાડેજા તથા પો. કોન્સ. દીલીપસિંહ વાઘુભા જાડેજા તથા પો. કોન્સ. ધર્મેશભાઇ બટુકભાઇ મોરી વિગેરેએ કરેલ છે.

(11:28 am IST)