Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

કચ્છમાં માતાનામઢ શ્રી આશાપુરા માતાજીના દર્શને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી : સાંજે સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક

ભુજ : કચ્છમાં માતાનામઢ શ્રી આશાપુરા માતાજીના દર્શને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે બપોર બાદ આવ્યા હતા અને તેઓએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શ્રી અમિતભાઇ શાહ અને શ્રી વિજયભાઈ રૂપાણી ની અધ્યક્ષતામાં સાંજે સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક મળશે જેમાં બીએસએફના

ઉચ્ચ અધિકારીઓ તથા સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.( અહેવાલ : વિનોદ ગાલા - ભુજ , તસવીર સૌજન્ય : અરવિંદ રતિલાલ શાહ - માતાના મઢ- કચ્છ)

(3:59 pm IST)