Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ભાવનગરઃ સગીરા ઉપર દુષ્‍કર્મ આચરી ગળુ દબાવી ધમકી આપવાના ગુનામાં પકડાયેલ આરોપીને ૨૦ વર્ષની સજાનો હુકમ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૨: ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથકમાં ગત.તા. ૪.૪.૨૧ ના રોજ ૧૪ વર્ષ અને ૧૧ માસ ની સગીરા ઉપર રેપ ગુજારી, ગળું દબાવી મારી નાખવાની ધમકી આપનાર અને રેપ ગુજાર્યા બાદ સગીરાને માર મારનાર ઈસમ ને આજે તળાજા કોર્ટે દોષિત માની વીસ વર્ષની સજા,રોકડ દંડ અને ભોગ બનનાર ને વળતર ચૂકવવા નો આદેશ કરેલ છે.

બનાવ અંગે મદદનીશ જિલ્લા સરકારી વકીલના જણાવ્‍યા મુજબ મૂળ ગારીયાધાર તાલુકાના અખતરિયા ગામનો ઈસમ શિવા જીણાભાઇ મેર ગત.તા ૪.એપ્રિલ ૨૧ ના રોજ તળાજા ના એક ગામમાં આવેલ હતો.સવાર ના સમયે તે રસ્‍તા ઉપર બેઠો હતો ત્‍યારે સગીરા દૂધ લઇ ને ઘરે જતી હતી.આ સમયે શીવા મેર એ સગીરા ને કહ્યું કે ભાણી ભૂખ્‍યો છું ચા પીવી છે.તેમ કહી ઘરમાં આવેલ.એકલતા નો લાભ લઇ રૂમ બંધ કરી સગીરા ને નિર્વસ્ત્ર કરી દુષ્‍કર્મ આચરયુ હતું.સગીરા પપ્‍પા તેમ રાડ પડવા જતા ગળું દબાવી દીધું હતું.શિકાર બનાવ્‍યા બાદ કોઈને કહીશ તો મારી નાખીશ તેમ ધમકી આપી માર માર્યો હતો.

સગીરા એ પરિવાર જનોને જાણ કરતા તળાજા સરકારી દવાખાને પ્રથમ લાવેલ.જયાં તળાજા પોલીસે પોક્‍સો,દુષ્‍કર્મ,માર મારવો અને મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ નોંધી હતી.ફરાર થઇ ગયેલ આરોપી શીવા મેર ને ૫.૪.૨૧ ના રોજ ઝડપી લેવામાં આવ્‍યો હતો.

બનાવ અંગેની તપાસ તે સમયના પો.સ.ઇ જે કે મૂળિયા એ ચલાવી હતી.આ કેસમાં તપાસ કર્તા પોલીસ અધિકારી નું નિવેદન,આયોંગિક પુરાવાઓ,ડોક્‍ટર ની સ્‍પષ્ટ બળજબરી વાપરવામાં આવી છે નું નિવેદન, વસ્ત્ર પરથી મળેલ પુરાવાઓ,ફરિયાદી અને ફરિયાદી પક્ષ નું નિવેદન,આરોપીને ઓળખી બતાવવો,સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી તળાજા કોર્ટના ન્‍યાયમૂર્તિ જે.એમ.બ્રહ્મભટ્ટ એ આજે વીસ વર્ષ ની સજા,અલગ અલગ કલમો હેઠળ સજા અને રોકડદંડ ૨૪૦૦૦/- ફટકારેલ હતો.દંડ ન ભરે તો વધુ સજા નું ફરમાન કરેલ.આ કેસ અંડર ટ્રાયલ ચાલેલ હતો.એ ઉપરાંત ભોગબનાનાર ને ડિસ્‍ટ્રિક્‍ટ લીગલ ઓથોરિટી નક્કી કરે તે વળતર ચૂકવવાનું પણ ફરમાન કરેલ છે.

તળાજા સેશન કોર્ટ ના પબ્‍લિક પ્રોસિક્‍યુટર કમલેશ કેસરી એ જણાવ્‍યું હતું કે સગીરા ઉપર દુષ્‍કર્મ ગુજારવું,માર મારવો,મારી નાખવાની ધમકી આપવાના કેસમાં કોર્ટે આરોપી શીવા મેર ને દોષિત માનેલ છે.વીસ વર્ષ નો જેલવાસ નો ચુકાદો એ આ કોર્ટનો પ્રથમ ચુકાદો છે.વધુમાં જણાવ્‍યું હતુંકે પોતાએ પીપી તરીકે ચાર્જ સંભાળ્‍યા બાદ આ છ કેસમાં સજા થઈ છે.

(11:55 am IST)