Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ભાવનગરના બુધેલમાં ગ્રાહકના સ્‍વાંગમાં તસ્‍કર પર્સ ચોરી ફરાર

ભાવનગર તા.૧૨: બુધેલ ગામમાં આવેલ પાનની દુકાનમાં ગ્રાહકના સ્‍વાંગમાં આવેલ તસ્‍કર દુકાનના કાઉન્‍ટર ઉપર રાખેલ રૂ.૩૮,૦૦૦ રોકડા ભરેલું પર્સ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

દાનસંગભાઈ ભગવાનભાઈ મોરીની તળાજા રોડ, સીતારામ હાઇસ્‍કુલ પાસે આવેલી પાન મસાલાની દુકાનમાં ગત તા. ૧૭/૧૦ ના રોજ વહેલી સવારે ૫ વાગ્‍યા આસપાસ મોઢે રૂમાલ બાંધેલ કોઈ અજાણ્‍યો ઈસમ પાન મસાલો લેવા આવ્‍યો હતો અને પાન મસાલો લઈને દુકાનની પાસે ઉભો રહ્યો હતો. દરમિયાન દાનસંગભાઈ દુકાનની સફાઈ કરવામાં વ્‍યસ્‍ત હતા તે વખતે તેમની નજર ચૂકવી દુકાનના કાઉન્‍ટર ઉપર રાખેલ રૂ.૩૮,૦૦૦ રોકડા ભરેલ પાર્સની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

આ બનાવ અંગે વરતેજᅠ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:02 am IST)