Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

સ્‍વાતંત્ર્ય સેનાની સ્‍વ.કનકભાઈ ઉપાધ્‍યાયનાં પૌત્રની દ્રષ્‍ટિ બચાવવા રૂા.૧લાખની જરૂર

(વિનુ જોશી), જૂનાગઢ, તા.૧૨: સ્‍વાતંત્ર્ય સેનાની સ્‍વ.કનકભાઈ ઉપાધ્‍યાયનાં પૌત્રની દ્રષ્‍ટિ બચાવવા માટે રૂા.૧ લાખની જરૂર હોય દાતાઓ વગેરેએ આર્થિક સહયોગ આપવા અનુરોધ કરાયો છે.
દીવ મુકિત સંગ્રામમાં પોર્ટુગીઝ સરકાર સામે લડત દેશને આઝાદી આપવવામાં જૂનાગઢનાં સ્‍વાતંત્ર્ય સેનાની સ્‍વ.કનકભાઈ ઉપાધ્‍યાયે ૫૦ વર્ષથી વધારે પત્રકારિત્‍વ કરેલ પરંતુ સ્‍વાર્થ કે આર્થિક ઉપાર્જન માટે કંઈ કાર્ય કરેલ નહિ.
સ્‍વ.ઉપાધ્‍યાયનાં પુત્ર નહિ નફો નહિ નુકશાનનાં ધોરણે તેમણાં પિતાનાં સિધ્‍ધાંતોનાં આધારે લોક પ્રશ્નોને વાચા આપવા અખબાર ચલાવતા હતા.
પરંતુ સ્‍વ.કનકભાઈનાં એકના એક ૧૩ વર્ષીય પૌત્ર યુવરાજ આનંદભાઈ ઉપાધ્‍યાયને ગત તા.૩૦નાં રોજ રમતમાં આંખમાં ઈજા થતાં રકતષાાવ શરૂ થઈ ગયો હતો. આથી સ્‍થાનિક તબીબ પાસે નિદાન કરાવતાં આંખમાં ગંભીર ઈજા હોવાથી રાજકોટ સ્‍થિત સ્‍વામીનારાયણ ગુરૂકુળ હોસ્‍પિટલ ખાતે બાળકને લઈ જવામાં આવેલ.
હાલ આ બાળકને આંખોમાં દેખાતું બંધ થઈ ગયુ હોય હોસ્‍પિટલ દ્વારા ૧૦ દિવસ બાદ વિવિધ સર્જરીઓ કરવામાં આવે તો જ દ્રષ્‍ટિ પાછી મળી શકે તેમ છે.
સ્‍વ.કનકભાઈ ઉપાધ્‍યાયનો પરિવાર  અત્‍યંત આર્થિક મુશ્‍કેલી વેઠી રહ્યો હોય બાળકની આંખોની દ્રષ્‍ટિ બચાવવા રૂા.૧ લાખની આર્થિક સહાયની જરૂર છે. આનંદભાઈ કનકભાઈ ઉપાધ્‍યાનાં બેંક ઓફ બરોડાનાં ખાતા નં.૯૫૮૩૦૧૦૦૦૦૧૦૬૫માં યથાયોગ્‍ય આર્થિક મદદ જમા કરાવવા વિનંતી કરાઈ છે.
બેંક ખાતાનો IFSC Code BARBODBCRDA (fifth character is Zero) છે.ં

 

(11:04 am IST)