Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ભુજમાં જાહેર માર્ગ ઉપર અજાણ્‍યા શખ્‍સ લાશ ફેંકી ભાગી જતાં ચકચાર

ભુજ, તા.૧૨: ભુજમાં જાહેર માર્ગ ઉપર કોઈ લાશ ફેંકી ભાગી જતા ચકચાર મચી ગઈ છે. ભુજમાં આવેલ જિલ્લા સરકારી હોસ્‍પિટલ જી.કે. જનરલના ગેટ નંબર બે ની બરાબર સામે છકડામાં આવીને કોઈ અજાણ્‍યા શખ્‍સ લાશ ફેંકી જતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.

ધોળે દિવસે જાહેર માર્ગ ઉપર લાશ ફેંકવાની ખબર પડતાં પોલીસ પણ ઘટના સ્‍થળે દોડી આવી હતી. અને જે જગ્‍યા લાશ ફેંકવામાં આવી હતી ત્‍યાં ઉભેલા ફેરિયાઓની પૂછપરછ કરી હતી. લાશ ફેંકનાર એક કે એક કરતાં વધુ શખ્‍સો છે? તે અંગે તેમ જ આ લાશ કોની છે? કયા સંજોગોમાં અહીં ફેંકી? એ અંગે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

(11:06 am IST)