Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

દામનગર સેવા સહકારી મંડળીને વિશિષ્‍ટ સન્‍માન

(વિમલ ઠાકર દ્વારા) દામનગર,તા.૧૨ :  શહેર ની ખેડૂત સેવા સહકારી મંડળી નું ગુજરાત રાજ્‍ય સહકારી સંઘ લી. અમદાવાદ આયોજીત વર્ષ ૨૦૨૧-૨૨માં ઉત્તમ કામગીરી બદલ વિશિષ્ટ સન્‍માન   દામનગર  ખેડુત સેવા સહકારી મંડળીઓની શિલ્‍ડ હરીફાઇ સ્‍પર્ધામાં દામનગર સેવા સહકારી મંડળી લી.ને અમરેલી જીલ્લાની શ્રેષ્‍ઠ મંડળીઓમાં પ્રથમ સ્‍થાને ઘોષીત કરવામાં આવેલ છે . દામનગર સેવા સહકારી મંડળીને આ બીજી વખત આ બહુમાન પ્રાપ્ત થતા અમરેલી જીલ્લાના સહકારી જગતમાં ચોમેર હર્ષની લાગણી સાથે મંડળીના પ્રમુખ હરજીભાઇ નારોલાને ટેલીફોનીક શુભેચ્‍છા અને અભિનંદન મળી રહયા છે. દામનગર સેવા સહકારી મંડળીના વ્‍યવસ્‍થાપક   કર્મચારીઓ સભાસદો વચ્‍ચેના સુંદર વહેવાર વહીવટ અને સંકલનનું આ પરિણામ છે સમગ્ર અમરેલી જિલ્લાઓમાં દામનગર ખેડૂત સેવા સહકારી મંડળી એ બીજી વખત  પ્રથમ નંબરે સ્‍થાન પ્રાપ્ત કર્યું છે ગુજરાત રાજ્‍યના સહકારી સંધ દ્વારા વિશિષ્ટ સન્‍માન બદલ શુભેચ્‍છા પાઠવી રહ્યાં છે.

 

(11:09 am IST)