Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

જુનાગઢમાં વકફ મિલક્‍ત બચાવ અભિયાનનો પ્રોગ્રામ યોજાયો

 જુનાગઢ : રવીવારે સોરઠિયા ઘાંચી જમાતખાનામાં વકફ મિલક્‍ત બચાવ અભિયાનના ભાગ રૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં  મુસ્‍લિમ સમાજની આસ્‍થા જેની સાથે જોડાયેલી તમામ મિલકતો મસ્‍જીદ, દરગાહ, કબ્રસ્‍તાન અને ટ્રસ્‍ટના જમાતખાના જેવી અનેક જગ્‍યાના રજીસ્‍ટ્રેશન બાબતે તેમાં પડતી મુશ્‍કેલીઓ બાબતે તેમજ વર્ષોથી વકફ મિલક્‍તોના પ્રશ્‍નોના નિકાલ માટે તથા તમામ પ્રશ્‍નો પર ચર્ચા કરી પરિણામ લક્ષી અભિયાનની એક રણનીતી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ તબકકે યુસુફ એચ. મલેકએ સમાજને સંબોધ્‍યો હતો. આ કાર્યક્રમને આગળ વધારતા મુસ્‍લિમ એક્‍તા મંચના પ્રમુખ ઈમ્‍તીયાઝ પઠાણે પ્રાસંગિક પ્રવચન આપ્‍યું હતું.  એડવોકેટ સાજીદખાન અને એડવોકેટ આસીફખાને પ્રવચન આપ્‍યું હતું. આ પ્રોગ્રામમાં મુંબઈથી ફેઝલમીયાં ચિસ્‍તી , મૌલાના સલીમબાપુ અઝહરી, એડવોકેટ બાસાઠીયા અને એઠવોકેટ ખત્રી  તથા સમાજ શ્રેષ્ઠીઓ અને લોકો મોટી સંખ્‍યામાં હાજર રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા અકતર હુસેનભાઈ પડાયા, સૈયદ હૈદરબાપુ,સૈયદ અમીનબાપુએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જેહમત ઉપાડી હતી. તેમ ખલ્‍કે ઇલાકી ન્‍યાય પરીષદના અધ્‍યક્ષ યુસુફ મલેકની યાદીમાં જણાવેલ છે.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

 

(11:10 am IST)