Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

અખિલ ગુજરાત પ્રજાપતી સંઘ સંચાલિત ગીરનાર પરિક્રમા ભવનાથ અન્‍નક્ષેત્રમાં ૩૧ હજાર યાત્રાળુઓએ પ્રસાદ લીધો

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૧૨ : ગીરનારની લીલી પરિક્રમા હાલ પૂરી થવામાં છે ત્‍યારે કોરોનાનાં કારણે બંધ રહેલ ત્રણ વર્ષ બાદ ફરી શરૂ થયેલ પરિકમામાં ચાલુ વર્ષે ૧૫ લાખથી વધુ પરિક્‍માર્થી ભાવિકો ઉમટી પડેલ હતા અને પરિકમા કરેલ હતી. આ પરિક્રમામાં યાત્રાળુઓની, સગવડતા માટે અખિલ ગુજરાત પ્રજાપતી સંઘ વડોદરાના નેજા નિચે જૂનાગઢ ભવનાથ ખાતે પ્રજાપતી અતિથિ ભવન ખાતે વર્ષોથી અલગ અત્‍નક્ષેત્રમાં દરરોજ નવી-નવી વેરાયટી (પ્રસાદી) પ્‍યોર દેશી ઘી, તેલમાં બનાવી અંદાજે ૩૧૦૦૦ થી વધુ પરિકમાર્થીઓએ પ્રસાદ લીધો હતો.
આ ભગીરથ સેવામાં દલસુખભાઈ પ્રજાપતી અધ્‍યક્ષ, તથા દામજીભાઈ સતાપરા મહામંત્રીની આગેવાનીમાં  ધીરૂભાઈ ગોહેલ પૂર્વ મેયર-જૂનાગઢ,  પિયુષભાઈ ખેરાળા-જૂનાગઢ,  લાલજીભાઈ  પીપળીયા, મહેન્‍દ્રભાઈ વરીયા, અનિલભાઈ કાનપરા,  જાદવજીભાઈ સતાપરા, મનસુખભાઈ મડીયા, કલ્‍યાણજીભાઈ ટાક, ધીરૂભાઈ -જાપતી મેનેજર, ઉપરાત ઘણા કાર્યકર્તાઓએ તમામ પ્રકારની સેવાઓ રાત દિવસ સુઘી આપેલ હતી. તેમજ આજથી જ શિવરાત્રીનાં મેળાની પણ તૈયારી શરૂ થઈ રહી છે. તંત્ર દ્વારા તમામ વ્‍યવસ્‍થાઓ પરિક્રમામાં ઉપલબ્‍ધ કરવામાં આવી હતી. તેનો અભિનંદન સાથે આભાર વ્‍યકત કરેલ હતો.

 

 

(11:10 am IST)