Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ભાવનગર પૂર્વ પર થી સિટિંગ MLA અને પૂર્વ પ્રધાન વિભાવારીબેન દવે કપાયા :

એમનાં સ્થાને સેજલબેન પંડ્યાને ટીકીટ

( વિપુલ હિરાણી દ્વારા): ભાવનગર ::ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક ઉપર અંતે ભારે મથામંન બાદ ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. અને સીટિંગ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી  વિભાવરીબેન દવેનું પત્તું કપાયું છે .જ્યારે શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યા ના પત્ની સેજલબેન પંડ્યા ઉપર પસંદગી ઢોળવામાં આવી છે અને તેઓને ટિકિટ ફાળવવામાં આવી છે.

ભાવનગર પૂર્વ બેઠક માટે ભાજપ દ્વારા આજે સવારે તેમના ઉમેદવાર ની જાહેરાત કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા ના પત્ની સેજલબેન પંડ્યાને ટિકિટ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભાવનગર પૂર્વ ની બેઠક ઉપર વિભાવડી બેન દવે છેલ્લા ત્રણ ટર્મથી ચુંટાતા આવ્યા છે અને વિજયભાઈ રૂપાણીની સરકારમાં રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. વિભાવરીબેન દવે સામે સ્થાનિક કાર્યકરોની નારાજગી ની પ્રદેશ કક્ષા સુધી રજૂઆત કર્યા બાદ આ બેઠક ઉપર અંતે વિભાવરીબેન નું પત્તું કપાયું છે.

(11:17 am IST)