Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

રાજકીય જંગમાં પ્રવેશ માટે યોધ્‍ધાઓ માટે બાકી રહ્યા હવે માત્ર ચાર કલાક જ!!

ફોર્મ સ્‍વિકારવાની છેલ્લી તારીખ ૧૪મી છે. આજે અને કાલે રજા હોઇ સોમવારે ૧૧ થી ૩ વાગ્‍યા સુધીનો માત્ર ચાર કલાકનો જ સમય બચ્‍યો હોઇ સોમવારે ઠેર ઠેર રાજકીય યોધ્‍ધાઓની ભીડ જોવા મળશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧ર :.. આગામી વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબકકાનું મતદાન જયાં જયાં છે ત્‍યાં ત્‍યાં ટીકીટ વાંચ્‍છુઓ માટે ફોર્મ ભરવાની - સ્‍વિકારની છેલ્લી  તારીખ ૧૪ નવેમ્‍બર હોઇ, સરકારી કચેરીઓમાં આજ અને કાલ શનિ અને રવિવારે રજાનો દિવસ છે. ઘણા ઉમેદવારો ફોર્મ ભરી ચૂકયા છે. અને ઘણા બાકી પણ છે જે તે પક્ષો સાથે જોડાયેલા ઉમેદવારો હરીફ ઉમેદવાર ને મ્‍હાત કરવા હેતુ, મતના વિભાજન હેતુ અપક્ષો ને ઉભા રાખશે તો વળી કેટલાક આ પંચવર્ષીય આવેલી સીઝન બેઠો લાભ લઇ લેવા, છેલ્લે ફોર્મ પાછુ ખેંચવાની રોકડી કરવા હેતુ આવા વેચાણીયા માલનો પણ છેલ્લી ઘડીએ રાફડો ફાટશે.

સોમવારે ૧૧ થી ૩ વાગ્‍યા સુધીના બચેલા માત્ર ચાર કલાકના સમયમાં ઠેર ઠેર ભારે ભીડ જોવા મળી શકે છે.

વાંકાનેર બેઠક પર અત્‍યાર સુધીમાં ભૂતકાળમાં ન જોવા મળ્‍યા હોય તેટલા રેકર્ડ બ્રેક ફોર્મ ઉપડયા છે. જેનો આંકડો ૯૦ ને પાર કરી ચૂકયો છે. ફોર્મ સ્‍વિકારવાની અંતિમ અવધી પુરી થયા બાદ તા. ૧પ થી ફોર્મ ચકાસણી શરૂ થશે. અને ફોર્મ પાછા ખેંચવાની અંતિમ તારીખ ૧૭ નવેમ્‍બર છે. ૧૭ નવેમ્‍બર બાદ વિધાનસભા ચૂંટણી ર૦રર નું લેખાજોખા કરી શકાય તેવું સ્‍પષ્‍ટ ચિત્ર નિヘતિ બનશે. એ પહેલાના માત્ર અટકળો જ સાબિત થવાની છે.

(11:42 am IST)