Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

કચ્‍છમાં ૨૪ ઉમેદવારોએ કરી દાવેદારી : સોમવારે અંતિમ દિવસ

ભાજપ, કોંગ્રેસ, આપ ઉપરાંત અન્‍ય પાર્ટીઓ તેમ જ અપક્ષ ઉમેદવારોએ ભર્યા ફોર્મ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા. ૧૨ : કચ્‍છ જીલ્લાની ૬ વિધાનસભા બેઠકો ઉપર ફોર્મ ભરવાનો સોમવારે અંતિમ દિવસ છે. શનિ અને રવિ રજા છે ત્‍યારે ગઈકાલ શુક્રવાર સુધી ૨૪ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ગઈ કાલે એક જ દિ'મા ૧૯ ફોર્મ ભરાયાં હતાં. કોંગ્રેસ, ભાજપ અને આપ પાર્ટી ઉપરાંત અન્‍ય પક્ષોના બહુજન સમાજ પાર્ટી, રાઈટ ટુ રિકોલ પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ દાવેદારી નોધાવી છે. જોકે, હજી ફોર્મની ચકાસણી બાકી છે.

(11:47 am IST)